Surat : અમરોલી મનીષા ગરનાળા પાસે એક દીપડો દેખાયો, Video વાયરલ

| Edited By: | Updated on: Jul 25, 2023 | 4:58 PM

સુરતના અમરોલી મનીષા ગરનાળા વિસ્તારમાં દીપડો દેખાતા ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોચી છે અને જે જગ્યાએ દીપડો દેખાયો હતો ત્યાં તપાસ શરુ કરવામાં આવી છે તેમજ ત્યાં પીંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. બે પીંજરા ગોઠવી દીપડાને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે

Surat :સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા મનીષા ગરનાળા પાસે એક દીપડો(panther) દેખાયો હતો. સ્થાનિકો આ વિડીયો મોબાઈલમાં કંડારી લીધો હતો અને આ વિડીયો વાયરલ થયો છે. અમરોલી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ઘટનાને લઈને વન વિભાગે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બે પાંજરા ગોઠવી દીપડાને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરત જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં દીપડો દેખાયા હોવાના અહેવાલો સામે આવી ચુક્યા છે ત્યારે હાલમાં માનવ વસાહટથી ભરચક એવા અમરોલી સ્થિત મનીષા ગરનાળા પાસે દીપડો દેખાયો હોવાની વાત સામે આવી છે. અમરોલી મનીષા ગરનાળા પાસે દીપડો દેખાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

માનવ વસ્તી વચ્ચે સુરત શહેરમાં દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થતા વન વિભાગના અધિકારીઓ દોડતા થયા છે જે જગ્યાએ દીપડો દેખાયો તે વિસ્તારમાં વનવિભાગની ટીમ દ્વાર તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. શહેરમાં દીપડો દેખાયો હોવાની વાતને લઈને અમરોલી મનીષા ગરનાળાના આસપાસના વિસ્તાર ભારે કુતુહુલ સર્જાયું હતું.

પીંજરા પણ ગોઠવવામાં આવ્યા છે

સુરતના અમરોલી મનીષા ગરનાળા વિસ્તારમાં દીપડો દેખાતા ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોચી છે અને જે જગ્યાએ દીપડો દેખાયો હતો ત્યાં તપાસ શરુ કરવામાં આવી છે તેમજ  પીંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. બે પીંજરા ગોઠવી દીપડાને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 25, 2023 04:56 PM