Surat : રૂંઢ અને મગદલ્લા ગામે ઢોર પકડવાની કામગીરી પર સ્થાનિકોનો આક્રોશ, ગ્રામજનોએ SMC પાસે પ્રાથમિક સુવિધા આપવાની કરી માગ, જુઓ Video

|

Jan 23, 2023 | 3:10 PM

મગદલ્લા ગામના સ્થાનિકોએ SMC ઢોર પકડવા આવનારી ટીમ સાથે બોલા-ચાલી થઈ હતી અને તેમને ફરી વાર રૂંઢ મગદલ્લા ગામમાં ઢોર પકડવા માટે ન આવવા સમજાવ્યાં હતા. તેમજ ગામમાં પ્રાથમિક સુવિધા આપવાની માગ કરવામાં આવી છે.

સુરતના રૂંઢ અને મગદલ્લા ગામમાં SMCની ટીમ ઢોર પકડવા માટે આવતા સ્થાનિક લોકોએ કામગીરીનો વિરોધ કર્યો હતો. SMCના ઢોર પકડવા આવનારી ટીમ પર આક્રોશ કરતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે ગામને શહેરમા સમાવેશ કરવાથી ગ્રામજનો પશુપાલન અને ખેતીને કોઈ પણ ભોગે બંધ કરશે નહી. મગદલ્લા ગામના સ્થાનિકોએ SMC ઢોર પકડવા આવનારી ટીમ સાથે બોલા-ચાલી થઈ હતી.

તેમને ફરી વાર રૂંઢ અને મગદલ્લા ગામમાં ઢોર પકડવા માટે ના આવવા સમજાવ્યાં હતા. તેમજ ગામમાં પ્રાથમિક સુવિધા આપવાની માગ કરવામાં આવી છે. આ સાથે જ લોકોએ ગામની નહેર, તળાવને ચાલુ કરવા અને ગૌચરની જમીન ફાળવવાની માગ કરી હતી.

આ પણ વાંચો : Surat : મહિધરપુરામાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ

રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ

રખડતા ઢોરના ત્રાસથી સરકારે રખડતા ઢોરને ખસીકરણ કરવામાં આવશે. ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ.

ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી છે.

Next Video