Surat : વેકેશનમાં નેચરપાર્ક, ગોપીતળાવ અને બાગ બગીચાઓમાં મુલાકાતીઓની સંખ્યા વધી, કોર્પોરેશને સોમવારની રજા પણ રદ્દ કરી

|

May 25, 2022 | 4:46 PM

સુરતમાં (Surat) ગોપી તળાવ અને નેચર પાર્કની જેમ પાલ ખાતેનું મ્યુનિસિપલ એક્વેરિયમ પણ સુરતના લોકોનું પ્રિય માછલીઘર બની રહ્યું છે. કોરોનાના સમયમાં માત્ર ઓનલાઈન બુકિંગ હતું, પરંતુ હવે ટિકિટ લેવા માટે માછલીઘરની બહાર દર્શકોની લાંબી લાઈનો જોવા મળે છે.

Surat : વેકેશનમાં નેચરપાર્ક, ગોપીતળાવ અને બાગ બગીચાઓમાં મુલાકાતીઓની સંખ્યા વધી, કોર્પોરેશને સોમવારની રજા પણ રદ્દ કરી
Surat People Rush To Gopitalav In Vacation

Follow us on

હાલની રજાના કારણે સુરત(Surat)મહાનગરપાલિકાના મનોરંજન સ્થળોએ વેકેશનમાં (Vacation) લોકોએ  કબજો જમાવી દીધો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાણી સંગ્રહાલય,(Zoo)નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિતના શહેર અને બગીચાઓમાં હાઉસફુલ જેવું વાતાવરણ છે. લોકો તેનો વધુ લાભ લે તે માટે મહાનગરપાલિકાએ સોમવારની રજા પણ રદ કરી છે. શાળા કોલેજોમાં રજાના કારણે લોકોના ધસારાની સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.શાળા-કોલેજની રજાઓ નજીક આવી રહી છે ત્યારે ઘણા સુરતીઓ ફરવા નીકળી પડ્યા છે. પરંતુ સુરતમાં રહેતા લોકોના ઘરે અન્ય શહેરો કે રાજ્યોમાંથી મહેમાનો આવે ત્યારે તેમને સુરતના લોકો તેમને મહાનગરપાલિકાના પ્રવાસના સ્થળે લઈ જાય છે.

સોમવારની રજા પણ રદ કરવામાં આવી

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલું મ્યુનિસિપલ ઝૂ (નેચર પાર્ક) હાલમાં પ્રવાસીઓથી ધમધમી રહ્યું છે. શૈક્ષણિક રજાઓ ઉપરાંત, શનિવાર અને રવિવારે બાગ બગીચાઓમાં પણ કીડીયારું જોવા મળે છે. હાલની ગરમીની સિઝનમાં કુદરતી વાતાવરણ ધરાવતા નેચર પાર્કમાં લોકોની ભીડ વધી રહી છે. પાલિકાના નેચર પાર્કમાં સોમવારે જાહેર રજા હોય છે, પરંતુ રજાના દિવસે લોકોના ધસારાને કારણે સોમવારની રજા પણ રદ કરવામાં આવી છે.

ગોપી તળાવમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી

તેવી જ રીતે શહેરની મધ્યમાં આવેલા ગોપી તળાવમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગોપી તળાવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનોરંજન માટે આવી રહ્યા છે. લોકો ગોપી તળાવમાં બોટિંગ કરીને ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. નેચર પાર્કની જેમ, ગોપી તળાવ નેચર પાર્ક પણ મુલાકાતીઓથી ભરેલો હોય છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

માછલીઘરની બહાર દર્શકોની લાંબી લાઈનો

ગોપી તળાવ અને નેચર પાર્કની જેમ પાલ ખાતેનું મ્યુનિસિપલ એક્વેરિયમ પણ સુરતના લોકોનું પ્રિય માછલીઘર બની રહ્યું છે. કોરોનાના સમયમાં માત્ર ઓનલાઈન બુકિંગ હતું, પરંતુ હવે ટિકિટ લેવા માટે માછલીઘરની બહાર દર્શકોની લાંબી લાઈનો જોવા મળે છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના મોટાભાગના બગીચા ચાલુ રજાના દિવસોમાં ખીચોખીચ ભરાયેલા રહે છે.

વેકેશનના દિવસોમાં સુરત મહાનગરપાલિકાના આ પ્રોજેકટ કોર્પોરેશન માટે કમાઉ દીકરા જેવા સાબિત થાય છે. દર વર્ષે દિવાળી અને ઉનાળુ વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો આ પ્રોજેકટની મુલાકાત અચુકથી લેતા હોય છે, જેના કારણે મહાનગરપાલિકાને પણ સારા પ્રમાણમાં આવક મળી રહે છે.

Published On - 4:43 pm, Wed, 25 May 22

Next Article