Surat: અંબિકા નદી પરનો મધર ઈન્ડિયા ડેમ છલકાયો, નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા, જુઓ Video

|

Jul 28, 2023 | 8:00 PM

અંબિકા નદીમાં પાણીની આવકથી નવસારી જિલ્લો પ્રભાવિત થયો.ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા.જેને જોવા આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા.

Surat: સુરતમાં મહુવાના ઉમરા ગામે આવેલ ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમ(Mother India Dam)ઓવરફ્લો થયો છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. જેમાં અંબિકા નદી પરનો મધર ઈન્ડિયા ડેમ છલકાયો છે.જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા.અંબિકા નદીમાં પાણીની આવકથી નવસારી જિલ્લો પ્રભાવિત થયો.ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા.જેને જોવા આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : Surat: ચાવી બનાવવાના બહાના હેઠળ રેકી કરી રાત્રે ઘરફોડ ચોરી કરતા બે ઝડપાયા

હવામાન વિભાગે (Meteorological department) વરસાદને (Rain) લઈને આગાહી કરી છે. રાજ્યમાં 5 દિવસને લઇને આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી છુટોછવાયો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:59 pm, Fri, 28 July 23

Next Video