સુરત : અદાણી હજીરા પોર્ટ ઉપર ગેસ લિકેજ દુર્ઘટનાની મોકડ્રીલ યોજાઈ, જુઓ વિડીઓ

|

Jan 24, 2024 | 11:52 AM

સુરત : અદાણી હજીરા પોર્ટ ઉપર આજે ગેસ લિકેજની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલ અકસ્માતની ઘટના સમયે તમામ સ્તરની સતર્કતા ચકાસવા અને આવી સ્થિતિમાં સાંકળ અને ભૂમિકા અંગે સમજ કેળવવા માટેની કવાયતના ભાગરૂપે યોજવામાં આવી હતી.

સુરત : અદાણી હજીરા પોર્ટ ઉપર આજે ગેસ લિકેજની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલ અકસ્માતની ઘટના સમયે તમામ સ્તરની સતર્કતા ચકાસવા અને આવી સ્થિતિમાં સાંકળ અને ભૂમિકા અંગે સમજ કેળવવા માટેની કવાયતના ભાગરૂપે યોજવામાં આવી હતી. મોકડ્રિલનું આયોજન અદાણી હજીરા પોર્ટના સીઈઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલમાં હજીરા ખાતે આવેલા અદાણી પોર્ટના ગેટ નં.1 ખાતે એક્રેલોનિટ્રાઇલ કેમિકલના ભરેલા ટેન્કરમાંથી હેઝાર્ડસ ગેસ લીકેજ થતા આગ લાગી હોવાનો કોલ આપવામાં આવ્યો હતો. આ અંગે સ્થાનિક સિકયુરિટી દ્રારા તત્કાલ મરીન કંટ્રોલને જાણ કરવામાં આવી હતી જેથી કંપનીના ફાયર ટેન્કર તથા એમ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ટેન્કર દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. બે વ્યક્તિને ગેસની અસર થતા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આસપાસના કંપનીઓને જાણ કરતા તેઓના ફાયર ટેન્કરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલેકે NDRF ને પણ મદદે બોલાવાઇ હતી. NDRF ની ટીમે ગેટ-1 થી ઘટનાસ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સ્થિતિ નિયંત્રણમાં આવતા મોકડ્રીલ પુર્ણ જાહેર કરાઈ હતી.

Next Video