Surat: કેન્યાથી આવેલ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતા વધી, સંપર્કમાં આવેલા 22 લોકોના પણ ટેસ્ટ કરાયા

|

Dec 19, 2021 | 7:54 AM

Surat: કેન્યાથી પરત ફરનારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સુરત તંત્ર દોડતું થયું છે. કોરોનાના શંકાસ્પદ આ દર્દીને SMIMER હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Corona in Surat: કેન્યાથી સુરત આવેલા એક વ્યક્તિને કોરોના પોઝિટિવ (Corona Positive) આવતા તંત્ર દોડતું થયું છે. કેન્યાથી આ વ્યક્તિ સુરત આવ્યા છે. તેમના ભાઈની હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાથી તેઓ સુરત આવ્યા હોવાની માહિતી સામે આવી છે. તો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓમિક્રોન હોવાનો ભય જોવા મળી રહ્યો છે. આ પગલે સતર્કતાના ભાગરૂપે સ્મિમેર હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા 22 લોકોના પણ ટેસ્ટ કરાયા છે. હાલ સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે.

બીજી તરફ રાજકોટમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. તાન્ઝાનિયાથી આવેલો 17 વર્ષીય સગીરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સેમ્પલ લઈ ઓમિક્રોન ચકાસણી માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે. સગીરનો પરિવાર રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ વિસ્તારમાં રહે છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્રારા પરિવારના સભ્યોનો ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સાવચેતી માટે હાલ સગીરને સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરાયો છે.

જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના નવા ઓમિક્રોનનો ખતરો ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે. વિદેશથી પરત આવેલા ત્રણ લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે. બ્રિટનથી આવેલ બે પુરૂષો અને યુએઈથી આવેલા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધી 10 પર પહોંચી છે.ઓમિક્રોનના નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

 

આ પણ વાંચો: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન, 27 હજારથી વધુ સરપંચના ઉમેદવારોનું આજે ભાવિ નક્કી થશે

આ પણ વાંચો: Ahmedabad: રખડતા ઢોર નિયંત્રણ વિભાગ વિવાદમાં, ગાયો છોડી મુકવા લાંચ માગ્યાનો માલધારીઓનો આક્ષેપ

Published On - 7:53 am, Sun, 19 December 21

Next Video