Surat: કામરેજ આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી, પ્રવેશદ્વાર પાસે જ શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video

|

Oct 04, 2023 | 12:53 AM

Surat: સુરતના કામરેજ સરકારી આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારીના દૃશ્યો સામે આવ્યા છે. અહીં પ્રવેશદ્વાર પાસે જ શ્વાને અડીંગો જમાવ્યો છે. આરોગ્ય કેન્દ્રમાં શ્વામ આરામ ફરમાવી રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે અહીં આવતા દર્દીઓનું શું. અનેકવાર રાહદારીઓ પર શ્વાનના હુમલાની ઘટના સામે આવી ચુકી છે છતા તંત્ર તેમાથી ધડો લેવા તૈયાર નથી.

Surat: સુરતની કામરેજ સરકારી આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે. સરકારી આરોગ્ય કેન્દ્રમાં શ્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા છે. આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વાર પાસે જ શ્વાનના અડિંગાથી દર્દીઓમાં ભય ફેલાયો હતો. મહત્વનું છે કે અગાઉ અહિં શ્વાને અનેક બાળકો તેમજ રાહદારીઓને બચકાં ભર્યાની ઘટના બની ચૂકી છે.

તંત્રની આ ઘોર બેદરકારીથી આ ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે. આરોગ્ય કેન્દ્રમાં આ શ્વાનને દૂર કરવા ન તો કોઈ વ્યવસ્થા છે. કે ન કોઈ સિક્યુરિટી ગાર્ડ. ત્યારે સવાલ એ છે કે,, જો આ શ્વાન લોકો પર હુમલો કરે તો જવાબદાર કોણ ? શું તંત્રને રખડતા શ્વાનને પકડવામાં કોઈ રસ નથી ? હવે આ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે અને નક્કર કામગીરી કરે તે જરૂરી છે.

આ પણ વાંચો: Gujarati Video: ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય, ઠેર-ઠેર કચરો, ઉભરાતી ગટરોથી ત્રસ્ત સ્થાનિક લોકોએ પાલિકા સામે વ્યક્ત કર્યો આક્રોશ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:59 pm, Tue, 3 October 23

Next Video