Surat: સુરતના ઓલપાડ વિસ્તારમાંથી નકલી દારુ બનાવવાનુ કારખાનુ ઝડપાયુ, કેમિકલથી તૈયાર થતો શરાબ, જુઓ Video

Surat: સુરતના ઓલપાડ વિસ્તારમાંથી નકલી દારુ બનાવવાનુ કારખાનુ ઝડપાયુ, કેમિકલથી તૈયાર થતો શરાબ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 22, 2023 | 7:42 PM

સુરતના ઓલપાડ વિસ્તારમાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડો પાડીને નકલી દારુ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી છે. સુરતમાં વધુ એક ફેક્ટરી દારુ બનાવતી ઝડપાઈ છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલા કરમલા ગામમાં દારુ બનાવાતો હતો. અહીંથી પોલીસે દારુ બનાવવાનુ કારખાનુ રહેણાંક વિસ્તારમાં આવેલ રો હાઉસમાં જ ધમધમતુ હતુ. દારુ બનાવવા માટે કેમિકલ અને આલ્કોહોલ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો

અલગ અલગ બ્રાન્ડની દારુની બોટલોનુ પેકિંગ કરવામાં આવતુ હતુ અને તેનુ વેચાણ કરવામાં આવતુ હતુ. અલગ અલગ કેમિકલની પણ હવે પોલીસે તપાસ શરુ કર્યુ છે. આ શંકાસ્પદ પ્રવાહી આરોગ્ય માટે કેટલુ જોખમી હતુ એ સહિતની તપાસ શરુ કરી છે. આનંદો ગ્રીનવેલી રો હાઉસના એક મકાનમાં આ કારખાનુ ચાલતુ હોવાની બાતમી મળતા સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. નકલી પેકિંગ કરવા માટેના ઢાંકણ, બોટલ અને સ્ટીકર સહિતની સાધન સામગ્રી મળીને 8 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 22, 2023 07:41 PM