SURAT : જી.એન બ્રધર્સ હીરા પેઢીના બે ભાગીદારોએ કારીગરો સાથે મળીને કરી રૂ.4.03 કરોડની છેતરપીંડી

| Edited By: | Updated on: Dec 18, 2021 | 6:27 AM

Surat News : બે ભાગીદાર, બે કારીગર અને બે હીરા ખરીદનાર સામે વરછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે 6 પૈકી 4 આરોપીની ધરપક કરી છે.

SURAT : સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જી.એન બ્રધર્સ હીરા પેઢીના બે ભાગીદારો સામે કરોડોની છેતરપીંડીની ફરિયાદ થઇ છે. 10 ભાગીદારો સાથે મળીને પેઢી ચલાવતા હતા. જેમાંથી બે ભાગીદારોએ કારીગરો સાથે મળીને સારી ક્વોલિટીના હીરા કાઢી લઇને હલકી ક્વોલિટીના હીરા મૂકીને રૂ.4.03 કરોડનું કૌભાંડ આચર્યું છે. બે ભાગીદાર, બે કારીગર અને બે હીરા ખરીદનાર સામે વરછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે 6 પૈકી 4 આરોપીની ધરપક કરી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં હાલમાં જ સિન્થેટીક ડાયમંડન આયાત-નિકાસનું 1016 કરોડનું કૌભાંડ ઝડપાયું હતું. સુરત નજીક સચિન વિસ્તારમાં DRIએ સર્ચ ઓપરેશન દરમિયાન 1 હજાર 16 કરોડના આયાત-નિકાસ કૌભાંડનો પર્દાફાશ થયો છે.DRIએ કારોલીના ટ્રેડિંગના ડિરેક્ટર રાકેશ રામપુરીયા, સાગર શાહ અને વિકાસ ચોપરાની ધરપકડ કરી છે.એટલું જ નહીં અગાઉ 1.34 કરોડના ડાયમંડ સાથે ઝડપાયેલા આરોપી પાસેથી ચોંકાવનારી હકીકત બહાર આવી છે.જે મુજબ નેચરલ ડાયમંડને બદલે સિન્થેટિક ડાયમંડ મોકલી સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાનો ખુલાસો થયો છે.

સુરતમાં આ ગાઉ પણ આવું જ હવાલા કૌભાંડ સામે આવ્યું હતું. DRIને માહિતી મળી હતી કે સુરતના સચિનમાં આવેલા SEZમાં એક ડાયમંડ વેપારી ઓરીજીનલ ડાયમંડને બદલે સિન્થેટિક ડાયમંડનો વેપાર કરતો હતો. માહિતીને આધારે DRIએ તપાસ કરતા આ વેપારીએ હોંગકોંગમાં હવાલા દ્વારા 1000 કરોડના ડાયમંડ મોકલવામાં આવ્યાં હતા.
આ ઉપરાંત 16 કરોડના ડાયમંડ લોકલ માર્કેટમાં વેચ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો : સુરતમાં વધુ એક ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો

આ પણ વાંચો : Surat: માત્ર 100 રૂપિયાના ઉછીના નહીં આપતા યુવાનને રેંહસી નાખ્યો, ક્રાઇમ બ્રાન્ચે કરી આરોપીની ધરપકડ