સુરતમાં વધુ એક ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો
ડીંડોલી પોલીસે કોર્ટમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધવા અરજી કરી હતી. જેમાં આખરે કોર્ટે મંજુરી આપતા પોલીસે ગેંગના 16 લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો
ગુજરાતના (Gujarat) સુરત (Surat)શહેરમાં આંતક મચાવતી વધુ એક ગેંગ સામે પોલીસે ગુજસીટોક (Gujctoc) હેઠળ ગુનો નોંધ્યો છે. ઉધના, લીંબાયત, ડીંડોલી પોલીસ મથકની હદમાં આંતક મચાવતી મનીયા ડુક્કર, કેલીયા, આંબા અને બંટી દયાવાન ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ગુનામાં 16 આરોપી પૈકી 6 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જેમાં 7 આરોપીઓ જેલમાં બંધ છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.
મહત્વનું છે કે આ ગેંગએ ડીંડોલી વિસ્તારમાં રહેતા એક ટેલર પાસે જેલમાં બંધ સાગરીતોના ખર્ચા માટે ખંડણી માગી હતી. જેમાં ડીંડોલી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ ગેંગનો આતંક વધારે થતા ડીંડોલી પોલીસે કોર્ટમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધવા અરજી કરી હતી. જેમાં આખરે કોર્ટે મંજુરી આપતા પોલીસે ગેંગના 16 લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ગેંગ વિરુદ્ધ હત્યા, ખંડણી, મારામારી, ધમકી જેવા કુલ 58 ગુનાઓ પણ નોંધાયા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60 કેસ સાથે જાણો રાજયના મહત્વના સમાચારો
આ પણ વાંચો : Panchmahal : જીએફએલ કંપની બ્લાસ્ટમાં મૃતકના પરિજનોને કંપની 20 લાખની સહાય ચૂકવશે, ઇજાગ્રસ્તોને સાત લાખની સહાય