Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્શો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી, સીઆર પાટીલ સામે ચૂંટણી ફંડમાં ગોલમાલનો આરોપ મૂકી પત્રિકા ફરતી કરાઈ હતી!

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવાના ષડયંત્ર મામલે ત્રણ શખ્શો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ત્રણ શખ્શોની સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે.

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્શો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી, સીઆર પાટીલ સામે ચૂંટણી ફંડમાં ગોલમાલનો આરોપ મૂકી પત્રિકા ફરતી કરાઈ હતી!
સીઆર પાટીલને બદનામ કરનારા 3 ઝડપાયા
| Edited By: | Updated on: Aug 02, 2023 | 11:21 PM

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવાના ષડયંત્ર મામલે ત્રણ શખ્શો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ત્રણ શખ્શોની સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય શખ્શોની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણેય શખ્શોએ સીઆર પાટીલ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ફંડમાં ગોટાળા કર્યા હોવાના આક્ષેપ કરીને પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. ત્રણયે શખ્શો ગણપત વસાવાના નજીકના હોવાનુ સામે આવ્યુ છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે ભીખુ યાદવ, રાકેશ સોલંકી અને ખુમાન પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ચોર્યાશી ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ મુ્દ્દે ફરિયાદ ત્રણેય શખ્શો સામે દાખલ કરી છે. આરોપી શખ્શોએ દક્ષિણ ગુજરાતમાં પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. કેટલાક ધારાસભ્યો સાથે મળીને ફંડમાં ગોલમાલ કર્યાની પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. કેટલીક પેન ડ્રાઈવમાં ડેટા લઈને તે વાયરલ કરવામાં આવી હતી. ત્રણેય આરોપી ભાજપના દિગ્ગજ નેતા ગણપત વસાવાના નજીકના વર્તુળના હોવાનુ સામે આવ્યુ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હવે તપાસના ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: નવા ખરીદેલા ઘરનો દસ્તાવેજ કરવા ગયેલો યુવક કચેરીમાં જ ઢળી પડ્યો, 35 વર્ષના યુવાનનુ મોત

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:17 pm, Wed, 2 August 23