Gujarati Video : સુરતના ગુમ પોલીસ કોન્સ્ટેબલની પત્નીની મદદ માટે અપીલ, ગાંધીનગર જઈ મુખ્યપ્રધાનને કરી રજૂઆત

| Edited By: | Updated on: Jun 08, 2023 | 3:17 PM

કોન્સ્ટેબલ મિથુન ચૌધરી છેલ્લા 10 મહિનાથી ગુમ છે. પીડિત પરિવારે ગાંધીનગર જઈ મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે.  મહિનાઓ પહેલા દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીને પૂછપરછ માટે લઈ ગઈ હતી. દિલ્હીના વેપારીના કોલ રેકોર્ડિંગ કેસમાં દિલ્હી પોલીસે પૂછપરછ કરી હતી.

Surat : ગુમ થયેલા સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલની (Head Constable of Police) પત્નીએ ગાંધીનગર (Gandhinagar) જઇને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. કોન્સ્ટેબલ મિથુન ચૌધરી છેલ્લા 10 મહિનાથી ગુમ છે. પીડિત પરિવારે ગાંધીનગર જઈ મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે.  મહિનાઓ પહેલા દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીને પૂછપરછ માટે લઈ ગઈ હતી. દિલ્હીના વેપારીના કોલ રેકોર્ડિંગ કેસમાં દિલ્હી પોલીસે પૂછપરછ કરી હતી. દિલ્હી પોલીસ કે ગુજરાત પોલીસ જવાબ ન આપતી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો- Gujarati Video : ગોધરાના નદીસર ગામે વિકાસકાર્યોમાં 48.19 લાખના ભ્રષ્ટાચારનો આરોપ, કાકણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

મહત્વનું છે કે મહિધરપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મિથુન ચૌધરી મહિધરપુરા પોલીસ સ્ટેશન ઝોન- 2માં ફરજ બજાવતા હતા. તેઓ ફોન રેકોર્ડિંગનું કામ કરતા હતા. તેમના એક મિત્રે દિલ્હીના એક બિઝનેસમેનનો ફોન રેકોર્ડિંગ કરવા કહેતા ચૌધરીએ તેમના યુઝર આઇડીથી ફોન રેકોર્ડ કર્યો હતો. દિલ્હીના બિઝનેસ મેનને આ વાતની જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. તે પછી દિલ્હી પોલીસ ચૌધરીને ઉઠાવી ગઈ હતી.

દિલ્હી પોલીસમાં તપાસ કરતાં તેમણે કહ્યું હતું કે, અમે ઓગસ્ટ 2022માં ચૌધરીને છોડી મૂક્યા હતા. કોન્સ્ટેબલની પત્નીને શંકા છે કે, તેમના પતિનું અપહરણ કરી કોઈકે ગોંધી રાખ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો