Surat : બ્રેક ફેઈલ થતા સિટી બસ દુકાનમાં ઘુસી, ત્રણ મહિલા ઈજાગ્રસ્ત

|

May 03, 2022 | 1:05 PM

સુરત સિટી બસની (Surat City bus) બ્રેક ફેઈલ થતા ડ્રાઈવરે મોટો અકસ્માત ન થાય તે માટે ડ્રાઇવરે દુકાનમાં બસ ઘુસાડી હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સુરતમાં (Surat) અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. શહેરમાં ચાલતી સિટી બસ (Surat City bus)  દુકાનમાં ઘુસી ગઈ હોવાનુ સામે આવ્યુ છે. મળતી માહિતી મુજબ બ્રેક ફેઇલ થતાં આ અકસ્માત(Accident)  થયો હતો. બસમાં સવાર 3 મહિલાને ઇજા પહોંચી છે. જો કે સિટી બસ ડ્રાઈવરે સમજદારીથી મોટો અકસ્માત ન થાય તે માટે ડ્રાઇવરે દુકાનમાં બસ ઘુસાડીહતી. અકસ્માતને પગલે આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

વારંવાર સિટી બસ દ્રારા થતા અકસ્માતને પગલે સવાલો ઉભા થયા

જો કે વારંવાર સિટી બસ દ્વારા થતા અકસ્માતને પગલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.આ અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાં(Pandesara Area)  એક રાહદારી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સિટી બસે આ રાહદારીને ટક્કર મારી હતી,જેને પગલે આ માર્ગ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા તો સિટી બસના ચાલક સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે પાંડેસરા પોલીસે (Surat Police) અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં ક્યારે અટકશે અકસ્માત?

સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. સુરતમાં માત્ર 12 કલાકમાં બે ગમખ્વાર અકસ્માત થયા હતા. જેમાં ત્રણના મોત થયા હતા. સાથે જ સુરત શહેરમાં સિટી લિંક બસ  ડમ્પર ચાલકો પણ બેફામ બની રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરુરી છે.

Published On - 1:05 pm, Tue, 3 May 22

Next Video