Surat : કેમિકલ ગેસ લીક થવાના કેસમાં મોટી કાર્યવાહી, જીપીસીબીના નોડલ ઓફિસર સસ્પેન્ડ

|

Jan 08, 2022 | 10:58 PM

સુરતના પોલીસ કમિશનરે સચિન GIDCના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ ઇન્સ્પેકટરની સાથે એક કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરાયા છે

ગુજરાતમાં(Gujarat)સુરતની(Surat) સચિન GIDC માં ઝેરી કેમિકલ  ગેસ ( Chemical)લીક થવાના કેસમાં GPCBના નોડલ અધિકારી પરાગ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો સુરતના પોલીસ કમિશનરે સચિન GIDCના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ ઇન્સ્પેકટરની સાથે એક કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરાયા છે . જેમાં ઝેરી કેમિકલની અસરથી 6 લોકોના મોત થયા હતા. જ્યારે 19 જેટલા લોકો હજી પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે,  સુરતની સચિન GIDCમાં (Sachin GIDC) કેમિકલ ગેસ લીકેજથી  06   જાન્યુઆરીએ  મોટી દુર્ઘટના ઘટી  હતી. ઝેરી કેમિકલ લીકેજ થતાં 6 શ્રમિકો મોતને ભેટ્યા છે.. જ્યારે 15 લોકોની હાલત ગંભીર છે.. તેમને સારવાર અર્થે આસપાસની હોસ્પિટલો અને કેટલાકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર હતું. આ ટેન્કર અંકલેશ્વરથી આવ્યું હતું.

વડોદરા પાસિંગનું ટેન્કર

તો જણાવી દઈએ કે આ ઘટનાને લઈને સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ  હતી. કલમ 304, 120 બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવાની કામગીરી કરવામાં આવી છે. સાથે જ FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી  હતી. કેમિકલ માફિયા દ્વારા ખાડીમાં કેમિકલ ઠાલવવામાં આવતું હતું. ત્યારે આ ટેન્કર વડોદરા પાસિંગનું હોવાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા રવાના થઇ છે. ટેન્કરનો નંબર GJ 06 ZZ 6221 છે.

ટેન્કરમાંથી ખાડીમાં ઠલવાતું હતું કેમિકલ

ટેન્કરમાંથી ખાડીમાં કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન લીકેજ થતાં 8થી 10 મીટરમાં કેટલાક કામ કરતા શ્રમિકો અને કિટલી પર ઉભા રહેલા લોકોને ઝેરી કેમિકલની અસર થવા લાગી હતી. તેઓ ટપોટપ પડવા લાગ્યા હતા. જોતજોતામાં ગુંગળામણથી 6 શ્રમિકો મોતને ભેટ્યા. ગુંગળામણથી જે લોકોનાં મોત થયા  હતા.

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના કેસમાં સતત વધારો, નવા 2521 કેસ ઓમીક્રોનના 12 કેસ નોંધાયા

આ પણ વાંચો :  SURAT: રિક્ષામાં મુસાફરોના મોબાઈલ તફડાવી લેતો આરોપી પકડાયો

Published On - 10:37 pm, Sat, 8 January 22

Next Video