Surat Breaking News : પોતાના ઘરમાં જ જુગારધામ ચલાવતી હતી મહિલા, જુગાર રમતી 7 મહિલાઓની ધરપકડ

| Updated on: May 29, 2026 | 1:27 PM

ઉત્રાણ વિસ્તારમાં આવેલી સેન્ટોસા હાઈટ્સ નામની ઇમારતમાં લાંબા સમયથી જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડતા 7 મહિલાઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ઉત્રાણ વિસ્તારમાં આવેલી સેન્ટોસા હાઈટ્સ નામની ઇમારતમાં લાંબા સમયથી જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા.

ઉત્રાણમાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ

દરોડા દરમિયાન પોલીસને એક ફ્લેટમાં મહિલાઓ જુગાર રમતી હાલતમાં મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું કે રેખા નામની મહિલા પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત જુગાર રમવામાં ઉપયોગી સામાન કબજે કર્યો હતો.

7 મહિલાઓ રંગેહાથે ઝડપાઈ

પોલીસે કુલ 7 મહિલાઓની અટકાયત કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ, આ જુગારના અડ્ડા સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ તપાસ દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે આ જુગારખાનામાં આસપાસના વિસ્તારોમાંથી લોકો આવતા હતા અને લાંબા સમયથી અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી.  હાલ પોલીસે તમામ આરોપીઓના મોબાઇલ ફોન અને નાણાકીય લેવડદેવડ અંગે તપાસ શરૂ કરી છે.

Breaking News : સુરતમાંથી CBIનો નકલી અધિકારી ઝડપાયો, જુઓ વીડિયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: May 29, 2026 01:24 PM
Follow Us