Surat Breaking News : સચિન GIDCની એથર ઈન્ડસ્ટ્રીઝમાંથી લાપતા 7 કામદારોના મૃતદેહ મળી આવ્યા, બુધવારે વિસ્ફોટ બાદ આગ લાગી હતી

|

Nov 30, 2023 | 9:57 AM

સુરતઃ સચિન GIDCમાં આગ લાગવાની ઘટના મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અકસ્માતની ઘટનામાં બુધવારે 20 થી વધુ કામદાર ઈજાગ્રસ્ત થવાની ઘટના બાદ પ્લાન્ટની તપાસ દરમિયાન 7 લોકો લાપતા હોવાનું સામે આવતા તંત્રએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પ્લાન્ટમાં લાપતા થયેલા 7 લોકો પૈકી 6 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 30 નવેમ્બરે સવારે 7માં લાપતા વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે એથર કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 20 થી વધુ કામદાર ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં દાઝી ગયેલા કામદારોનો આંકડો હજુ પણ વધ્યો હતો. છેલ્લી માહિતી અનુસાર સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 27 કારીગરો દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:51 am, Thu, 30 November 23

Next Video