રાજ્યમાં બેફામ ગુનેગારો? ધોળા દિવસે છરીની અણીએ 1 કરોડની લૂંટ, ચોંકાવનારા CCTV દ્રશ્યો આવા સામે

|

Jan 07, 2022 | 7:46 AM

Surat: મહિધરપુરાની કંસારા શેરીમાં લૂંટનો મામલો સામે આવ્યો છે. જેમાં છરીની અણીએ લૂંટને 3 શખ્સે અંજામ આપ્યો છે. સૂત્રના જણાવ્યા અનુસાર 1 કરોડની લૂંટ થઈ છે.

Crime in Surat: સુરતના મહિધરપુરાની કંસારા શેરીમાં લૂંટની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે છરીની અણીએ લૂંટ કરવામાં આવી છે. તો ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો (Surat Police) કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV તપાસ્યા હતા. જેમાં મળેલા ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આ લૂંટને ત્રણ શખ્સે અંજામ આપ્યો હતો.

જેથી પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે બીજી તરફ સુત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે ફરિયાદી ગોલ્ડ રિફાઈનરીનું કામ કરે છે. થેલાને લૂંટીને આરોપીઓ ફરાર થયા તે બેગમાં 1 કરોડનું સોનું અથવા રોકડ રકમ હોઈ શકે છે. પરંતુ આ મામલે પોલીસ હાલ કહીં રહી નથી.

પોલીસ સુત્રોનું કહેવું છે કે ફરિયાદી ગોલ્ડ રિફાઇનરીનું કામ કરે છે. તેના થેલામા ગોલ્ડ હતી કે રોકડ રકમ તે અંગે પોલીસ દ્વારા હજી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. ફરિયાદી મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Happy birthday Irrfan Khan : BCCIની આ ટૂર્નામેન્ટમાં થઇ હતી ઈરફાન ખાનની પસંદગી, જાણો શા માટે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો?

આ પણ વાંચો: રાજ્યમાં ફરી તરછોડાયું નવજાત બાળક: જામનગરના આ ગામમાં ભર શિયાળે ઝાડીમાથી બાળક મળતા ચકચાર

Next Video