સુરત : આઝાદીના 75 વર્ષ બાદ કામરેજના ખોલવડ ગામનો રસ્તો બનશે, જુઓ વીડિયો
સુરત : આઝાદી મળ્યાના 75 વર્ષ વીત્યા બાદ કામરેજના ખોલવડ ગામે IIIT કોલેજ ને જોડતા રસ્તાના કામનું ખાત મુહૂર્ત મંત્રી પ્રફુલ પાનસેરિયા એ કર્યું હતું,બહોળી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા.
સુરત : આઝાદી મળ્યાના 75 વર્ષ વીત્યા બાદ કામરેજના ખોલવડ ગામે IIIT કોલેજ ને જોડતા રસ્તાના કામનું ખાત મુહૂર્ત મંત્રી પ્રફુલ પાનસેરિયા એ કર્યું હતું,બહોળી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે આર.કે કોલોની થી IIIT કોલેજના જોડતા રસ્તા કામનું વિધિવત રીતે ખાત મુહૂર્ત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
દેશની આઝાદીના 75 વર્ષ વીત્યા બાદ સરકાર દ્વારા આ રસ્તાના કામ માટે રૂપિયા 3 કરોડ મંજૂર કર્યા હતા. સ્થાનિકોની વર્ષોજૂની માંગ આખરે પૂર્ણ થતા સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આયોજિત ખાત મુહૂર્ત કાર્યક્રમમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખા પટેલ,શાસક પક્ષના નેતા રમેશ શિંગાળા,સહિતના આગેવાનો,માર્ગ મકાન પંચાયત વિભાગના ભાવિન સાવલિયા અને બહોળી ગ્રામજનો હાજર રહ્યા હતા.
Input Credit : – Mehul Bhokalva, Olpad