સુરતમાં એક મહિના પહેલા જહાંગીરપુરામાં રહેતી આસિટન્ટ મહિલા પ્રોફેસરે ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કર્યો હતો. મહિલા પ્રોફેસરને તેના ન્યૂડ ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 23 હજારની રકમ પડાવી હતી. જેના કારણે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેને લઈ મહિલા પ્રોફેસરના પિતાએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. ફરિયાદના આધારે પોલીસે 3 મોબાઇલ નંબરોના ધારકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.
જહાંગીરપુરમાં રહેતા 25 વર્ષીય પરિણીતાએ 16મી માર્ચએ બપોરે ઉત્રાણ એને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. મહિલા પ્રોફેસરે આપધાત કરવાના એક દિવસ પહેલા નાની બહેનના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ કર્યો હતો. મેસેજમાં તેના ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ મોકલ્ય હતો. આથી તાત્કાલિક નાની બહેનએ મોટી બહેનને વાત કરી હતી.
પીડિતાએ જણાવ્યું કે, મારા મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. તેમાં એક્સેસમાં કોન્ટેકટ એસએમએસમાં યસ કરેલું હતું. મને ઘરે અને કોલેજના સમયે બ્લેકમેલીંગ કરી ખોટા મેસેજ કરે છે. મારા ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી. મારી પાસેથી યુપીઆઈથી 3000, 1500, 6000, 1500 અને 8000 રૂપિયા તેમજ પેટીએમ એપ્લીકેશન મારફતે 3 હજાર બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરેલા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, 19 વર્ષિય યુવકને કાર્ડિયાક અરેસ્ટ આવતા નિપજ્યું મોત
મહિના પહેલા આ બનાવને લઈને અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આસિટન્ટ મહિલા પ્રોફેસરને 3 નંબરોથી જે વોટ્સએપ કોલ આવ્યો હતો તે નંબરો પાકિસ્તાનના છે. કેટલીક ગેરકાયદે એપ્લીકેશન છે. જેના પરથી ઠગ ટોળકી જે તે દેશનો કોડ નંબર અને ફોન નંબર લખી સોશ્યિલ મીડિયા થકી વાત થતી હોવાનું પોલીસે જણાવ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 3:04 pm, Mon, 24 April 23