વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100માં એપિસોડનું આજે પ્રસારણ કરવામાં આવ્યુ. પીએમના આ કાર્યક્રમ મન કી બાતના લાઈવ પ્રસારણ માટે દેશભરમાં બૂથ સ્તર પર ચાર લાખ સેન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યા રેડિયો કાર્યક્રમને પ્રસારિત કરવામાં આવ્યો છે. સુરતમાં પણ ઈન્ડોર સ્ટેડિયમમાં મન કી બાત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ.
સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ નિહાળ્યો હતો. મન કી બાતના આ એપિસોડને લઈને લોકોમાં ભારે ઉત્સુક્તા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. 8 થી 10 હજાર લોકોથી ખચોખચ ભરેલુ સ્ટેડિયમ જ એ વાતનો પુરાવો હતો કે મન કી બાત કાર્યક્રમને લઈને લોકો ભારે ઉત્સાહિત હતા.
સુરતના તમામ વોર્ડમાં સામૂહિક ‘મન કી બાત’ સાંભળવા માટેનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા શાળાના બાળકોથી લઈ વડીલો સહિતના તમામ ઉપસ્થિત રહ્યા હતા અને પીએમની મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડને નિહાળ્યો હતો. પીએમના આ સામૂહિક મનકી બાતના ઐતિહાસિક એપિસોડના લાઈવ પ્રસારણને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ દર્શના જરદોશ સહિત તમામ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોએ અલગ અલગ સ્થળોએ પહોંચી મનકી બાત કાર્યક્રમને નિહાળતા જોવા મળ્યા હતા.
રેડિયો જ્યારે વિસરાઈ રહ્યો હતો ત્યારે વડાપ્રધાને ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમનો પ્રારંભ કરી રેડિયો ક્રાંતિ કરી છે એવુ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. રેડિયો દ્વારા મન કી બાત દ્વારા પીએમ મોદી દેશના જન જન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. આ અંગેનો ઉલ્લેખ ખુદ પીએમ મોદીએ આજે તેમના મન કી બાત કાર્યક્રમમાં કરી. જેમા પીએમએ જણાવ્યુ કે આ કાર્યક્રમે મને દેશવાસીઓ સાથે જોડવામાં બહુ મોટો પ્રેરક બન્યો છે.
આ પણ વાંચો: Mann Ki Baat: મન કી બાત મારા માટે માત્ર એક કાર્યક્રમ જ નથી, પરંતુ પૂજા અને શ્રદ્ધા છે – પીએમ મોદી
વધુમાં પીએમએ જણાવ્યુ કે આ કાર્યક્રમે મને લોકોથી દૂર નથી થવા દીધો. જ્યારે હું સીએમ હતો ત્યારે લોકોને ઘણુ મળવાનુ થતુ હતુ પરંતુ વર્ષ 2014માં દિલ્હી આવ્યો ત્યારે મે જોયુ કે અહીંનું જીવન ઘણુ અલગ છે. દાયિત્વ અલગ, સુરક્ષા વ્યવસ્થા, સમયની મર્યાદા શરૂઆતના દિવસોમાં ઘણુ અલગ લાગ્યુ. વધુમાં પીએમએ જણાવ્યુ કે મે 50 વર્ષ પહેલા ઘર એટલે નહોંતુ છોડ્યુ કે એક દિવસ મારા જ ‘દેશવાસીઓ સાથે સંપર્ક મુશ્કેલ બની જાય.આ દેશવાસીઓ મારા માટે સર્વસ્વ છે. તેનાથી અલગ હું જીવી ન શકુ. ‘મન કી બાત’એ મારી સામેના પડકારનું સમાધાન આપ્યુ અને સામાન્ય માનવી સાથે જોડવાનો રસ્તો બતાવ્યો. પીએમએ કહ્યુ પદભાર, પ્રોડોકોલ એક વ્યવસ્થા સુધી જ સિમિત રહ્યો અને જનભાવ કોટી કોટી લોકો સાથે મારા ભાવ વિશ્વનો એક અતૂટ અંગ બની ગયો.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- સુરત
Published On - 1:05 pm, Sun, 30 April 23