Surat : સિવિલ હોસ્પિટલમાં બે મહિનામાં સર્પદંશના 49 દર્દી નોંધાયા, તમામ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા

|

Aug 08, 2023 | 4:02 PM

સુરતમાં સાપ દેખાવના બનાવો પણ પ્રકાશમાં આવી ચુક્યા છે. તો બીજી તરફ સર્પદંશના બનાવો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સામે આવ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જ જુનમાં 14 અને જુલાઇમાં 35 મળી 49 દર્દી સારવાર માટે આવ્યા હતા.

Surat : સિવિલ હોસ્પિટલમાં બે મહિનામાં સર્પદંશના 49 દર્દી નોંધાયા, તમામ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા

Follow us on

Surat : હાલમાં ચોમાસાની (Monsoon 2023) ઋતુ ચાલી રહી છે, ત્યારે સુરતમાં ચોમાસાની ઋતુમાં લોકોને સાપ કરડવાના (Snake bite) બનાવો સામે આવતા હોય છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) પણ જુન મહિનામાં 14 અને જુલાઇમાં 35 કેસ મળી 49 દર્દી સારવાર માટે આવ્યા હતા. જેમને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.

આ પણ વાંચો-અમદાવાદ SOG એ ડ્રગ્સનો વેપાર કરતી રિવોલ્વર રાનીને ઝડપી પાડી, જાણો કરી રીતે કોલેજના સમયે ડ્રગ્સનાં રવાડે ચડી યુવતી

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસાની ઋતુમાં સરીસૃપ પ્રાણીઓ બહાર આવતા હોય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાને લીધે ખાડાઓમાં કે દરોમાં પાણી ભરાઈ જતા હોય છે. જેના કારણે ઘણા સાપ ખાડા કે દરમાંથી બહાર આવી જાય છે, ત્યારે સુરતમાં સાપ દેખાવના બનાવો પણ પ્રકાશમાં આવી ચુક્યા છે. તો બીજી તરફ સર્પદંશના બનાવો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સામે આવ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જ જુનમાં 14 અને જુલાઇમાં 35 મળી 49 દર્દી સારવાર માટે આવ્યા હતા. દર્દીઓ સમયસર પહોચતા અને યોગ્ય સારવાર મળતા તમામ દર્દીઓ સાજા થયા છે અને ડિસ્ચાર્જ અપાયો છે.

સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે કહ્યુ હતું કે ચોમાસાની ઋતુમાં વરસાદને લઈને સર્પદંશના બનાવો સામે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં જુન મહિનામાં 14 અને જુલાઈમાં 35 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. આ તમામ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. સાપ કરડ્યા બાદ દર્દીઓને સાપના ઝેર સામે રક્ષણ આપે એવા પોલીવેલેન્ટ એન્ટી સ્નેક વેનમ ઇન્જેકશન અપાય છે. સાપ કરડે તો જેમ બને તેમ જલ્દી હોસ્પિટલમાં દાખલ થઇ યોગ્ય સારવાર લેવી જરૂરી છે. છેલ્લા બે મહિનામાં સર્પદંશના એક પણ દર્દીનું મોત ન થયું હોવાનું સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું.

સાપ કરડે તો શું કરવુ જોઇએ ?

આપણા ત્યાં એવી માન્યતા થઈ ગઈ છે કે સાપ કરડે એટલે વ્યક્તિનાં એ ભાગની આગળ ટાઈટ કપડાંથી બાંધી દેવુ. જો કે આવું ન કરવું જોઈએ કારણ કે તેનાથી મસલ ફાટી જાય છે, તો ક્યારેક તેમાં સડો થઈ જાય છે. સૌથી પહેલા સાપ કરડે એટલે તે ભાગને પાણીથી સ્વચ્છ કરી નાખો અને ત્યારબાદ તેના આગળના ભાગમાં એક ટચલી આંગળી જઇ શકે એવી દોરી બાંધી દેવી અને આ વ્યક્તિને તાત્કાલીક ડોકટર પાસે જ લઇ જવો જોઈએ.

 સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video