સુરતની વધુ બે શાળાના 14 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, પાલિકા દ્વારા શાળા બંધ કરાઈ
સુરતમાં હજુ પણ બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ટેકરાવાળા સ્કૂલમાં 8 અને સ્વામિનારાયણ વિદ્યાલયમાં 6 વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાની માહિતી છે.
રાજ્યમાં અમદાવાદ પછી સૌથી વધુ કોરોનાના કેસ સુરત (Surat)માં નોંધાઈ રહ્યા છે. સુરતમાં શાળાઓમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. શનિવારે સુરતની વધુ બે શાળાના 14 વિદ્યાર્થી (Student) કોરોના સંક્રમિત (Infected with corona) થયા છે.
સુરતમાં હજુ પણ બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ટેકરાવાળા સ્કૂલમાં 8 અને સ્વામિનારાયણ વિદ્યાલયમાં 6 વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાની માહિતી છે. શાળા દ્વારા તકેદારી રાખવાનો દાવો કરાયા છતાં શાળાઓમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ફરીથી સુરતની 2 શાળાઓમાં કોરોનાના કેસ નોંધાતા સુરત પાલિકા દ્વારા સ્કૂલ બંધ કરવામાં આવી છે. સાથે જ શાળાઓમાં સેનીટાઈઝેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે એક તરફ શાળાઓમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓની રસીકરણની કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યાં બીજી તરફ શનિવારે સુરત શહેરમાં કુલ 78 વિદ્યાર્થી પોઝિટીવ આવ્યા છે. જેને લઈને પાલિકા દ્વારા સતત ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે 08 જાન્યુઆરીના રોજ કોરોનાના 5677 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 2521, સુરતમાં 1578, વડોદરામાં 271, રાજકોટમાં 166, વલસાડમાં 116, રાજકોટમાં 91, આણંદમાં 87, સુરત જિલ્લામાં 83, ખેડામાં 64, કચ્છમાં 63, ભાવનગરમાં 62, જામનગરમાં 53, ગાંધીનગરમાં 51, અમદાવાદ જિલ્લામાં 46, ભરૂચમાં 41, મહેસાણા 41, વડોદરા જિલ્લામાં 38, જુનાગઢમાં 36, ગાંધીનગર જિલ્લામાં 30, મોરબીમાં 26, નવસારી 26, દાહોદ 21, જામનગર જિલ્લો 20, અમરેલી 19, બનાસકાંઠા 14 કેસ નોંધાયા છે .
આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પીક પર હશે, દેશમાં સરેરાશ 5 લાખ જેટલા કેસ આવવાની શક્યતાઃ AHNA
આ પણ વાંચોઃ Surat: ગૃહ રાજ્ય પ્રધાન કેમિકલ ગેસ લીકમાં ઈજાગ્રસ્ત દર્દીઓને મળ્યા, ગંભીરતા પૂર્વક તપાસની ખાતરી આપી