Gujarati video : ભાવનગરના વલભીપુરમાં PHC સેન્ટરની દવાઓ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું, સુપરવાઇઝર જ નીકળ્યો આરોપી

| Edited By: | Updated on: May 22, 2023 | 12:52 PM

આ કેસમાં ખુદ આરોગ્ય કેન્દ્રનો સુપરવાઇઝર જ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી છે. આરોગ્ય કેન્દ્રનો સુપરવાઇઝર સરકારી PHCની દવાઓનો જથ્થો પોતાના ઘરે લઈ જઈને દવાનું વેચાણ કરતો હતો.

ભાવનગર (Bhavnagar) જિલ્લાના વલભીપુર તાલુકામાં આરોગ્ય કેન્દ્રની (Health Center) દવાઓ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. કાળા તળાવ ગામમાં આરોગ્ય કેન્દ્રની દવાઓ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યુ છે.આ કેસમાં ખુદ આરોગ્ય કેન્દ્રનો સુપરવાઇઝર જ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી છે.

આરોગ્ય કેન્દ્રનો સુપરવાઇઝર સરકારી PHCની દવાઓનો જથ્થો પોતાના ઘરે લઈ જઈને દવાનું વેચાણ કરતો હતો.પોતાની પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં તે પોતાના ઘરે દવાખાનું ખોલી સરકારી દવા વેચતો હતો. ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પરેશ માંગુકિયાને ઝડપી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો-વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગિનીથી સિડની પહોંચશે, આ પહેલા ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બનીઝે કહી મોટી વાત

ભાવનગર  અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો