Gujarati Video : ભાવનગરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના કેસમાં 8 દિવસ બાદ ગુનો દાખલ
ભાવનગરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના કેસમાં 8 દિવસ બાદ રેસીડેન્ટ ડૉ.હરીશ વેગી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ડોક્ટર હરીશ વેગીએ વિદ્યાર્થીને પોતાના રૂમમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતુ.
ભાવનગરમાં ( Bhavnagar ) મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના કેસમાં ગુનો દાખલ થયો છે. 8 દિવસ બાદ રેસીડેન્ટ ડૉ.હરીશ વેગી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ડોક્ટર હરીશ વેગીએ વિદ્યાર્થીને પોતાના રૂમમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતુ. આરોપી તબીબે વિદ્યાર્થીને ધાકધમકી પણ આપી હતી. ડૉક્ટર સામે કાર્યવાહી કરવા છેલ્લા 8 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા આઠ દિવસથી ડૉક્ટર હરિશ વેગી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા માટે વિરોધ કરી રહ્યા હતા.
આ પણ વાંચો : Bhavnagar: ભરતનગર વિસ્તારમાં દુર્ઘટના, હાઉસિંગ બોર્ડના ત્રણ માળનું મકાન થયું ધરાશાયી
સુરતમાં 9 વર્ષના બે માસૂમ સાથે નરાધમ શિક્ષકનું કર્યુ હતુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
તો બીજી તરફ સુરતમાં આ અગાઉ ધાર્મિક શિક્ષણ આપવાના નામે શિક્ષકે બે વિદ્યાર્થીઓનું શોષણ કરવાની ઘટના સામે આવી હતી. ઉધનાના શાંતિનગરમાં 9 વર્ષના બે બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હતુ. ઘટના 6 મહિના બાદ પરિવારજનો સામે આવી હતી.
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો