ગુજરાતમાં ડૂબી ગયેલી બોટ રાયગઢના દરિયામાં મળી, અગાઉ કોસ્ટગાર્ડે 7 લોકોને સુરક્ષિત બચાવ્યા હતા, જુઓ Video

|

Aug 20, 2023 | 6:12 PM

ગુજરાતના દરિયામાં અચાનક એક બોટનો નીચેનો ભાગ તૂટી ગયો અને બોટ ડૂબવા લાગી. બોટમાં સવાર લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આજે આ બોટ સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

ગુજરાતની ડૂબી ગયેલી બોટ રાયગઢના દરિયામાં મળી છે.  17 ઓગસ્ટના રોજ ગુજરાત સ્થિત સાગર નામની બોટ સમંદર આડગાંમના દરિયાકાંઠેથી 9 માઈલ દૂર માછીમારી માટે ગઈ હતી. પરંતુ બોટનો નીચેનો ભાગ તૂટવાને કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને દરિયાઈ બોટમાં હાજર તમામ 7 લોકોને કોસ્ટગાર્ડ અને અન્ય ફિશિંગ બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ડૂબતી બોટને સુરક્ષિત કિનારે લાવી શક્યા ન હતા.

આ પણ વાંચો : ભારત વિરોધી સ્વભાવ, ચીનનું પ્રોપેગેન્ડા મશીન, ભાજપે રાહુલ ગાંધીને કહ્યું સેનાનું મનોબળ ઓછું ન કરો

પાણી ભરાયા બાદ બોટ ડૂબી ગઈ હતી. જે બાદ આજે આ બોટ દિવે આગાર પાસે દરિયામાં ડૂબેલી જોવા મળી હતી. જે પછી રાયગઢ પોલીસને જાણ કરવામાં આવી, તેઓએ બોટની ઓળખ કરી અને માલિકનો સંપર્ક કર્યો, જે બાદ સામે આવ્યું કે 17મીએ બધાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હાલ બોટને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:24 pm, Sun, 20 August 23

Next Video