Gujarati VIDEO : બિલ્ડરોના ત્રાસથી આધેડનો આપઘાત, સુસાઈડ નોટમાં 6 શખ્સનો ઉલ્લેખ

Gujarati VIDEO : બિલ્ડરોના ત્રાસથી આધેડનો આપઘાત, સુસાઈડ નોટમાં 6 શખ્સનો ઉલ્લેખ

| Edited By: | Updated on: Mar 25, 2023 | 8:18 AM

મૃતક આધેડ પાસેથી સુસાઈટ નોટ પણ મળી આવી છે .જેમાં ભાવનગરના ચાર બિલ્ડરો સહિત છ શખ્શોના નામનો ઉલ્લેખ છે. મહત્વનું છે કે ચિતસર રોડ પર આધેડે લીધેલા ફ્લેટ પર પણ કબ્જો કર્યાનો આરોપ છે.

Palitana : ભાવનગરના પાલીતાણામાં એક આધેડે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે, આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે.મૃતક આધેડ પાસેથી સુસાઈટ નોટ પણ મળી આવી છે .જેમાં ભાવનગરના ચાર બિલ્ડરો સહિત છ શખ્શોના નામનો ઉલ્લેખ છે. મહત્વનું છે કે ચિતસર રોડ પર આધેડે લીધેલા ફ્લેટ પર પણ કબ્જો કર્યાનો આરોપ છે. વાંરવાર રજૂઆત છતા બિલ્ડરોએ ફ્લેટ ખાલી ન કરતા આધેડે આપધાત કર્યો હોવાનુ સામે આવ્યુ છે.

પોલીસે સુસાઈટ નોટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી

તો બીજી તરફ મૃતકના દિકરાનો આક્ષેપ છે કે આ અંગે તેણે બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, છતા કોઈ કાર્યવાહી કરાઈ નથી.પોલીસને વારંવાર રજૂઆત છતા કોઈ કાર્યવાહી ન કરાતા આધેડે મોત વ્હાલુ કર્યું. હાલ તો પોલીસે સુસાઈટ નોટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો આ પહેલા સુરતના મોટા મોટા વરાછા બિલ્ડરે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસ પહેલા તેને એક વીડિયો દ્વાર તેની વેદના વ્યક્ત કરી હતી.માહિતી મુજબ મોટા વરાછા બિલ્ડરને સહજાનંદ વિહાર ગૃપમાં નાણાની લેતી દેતીની મામલે પરેશાન કરવામાં આવતા આવતા હતા. તેમના નિકટના મિત્રે એબીપી સાથે વાત કરતા અન્ય બિલ્ડર્સ અને દલાલ હેરાન કરતા હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. આપધાતનો પ્રયાસ કર્યાં પહેલા બિલ્ડરે પણ પોતાના વિશે કેટલીક વાતો જણાવતા વેદના વ્યક્ત કરી હતી. વીડિયો સામે આવતા ચરચાર મચી ગઈ હતી.