Breaking News : કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું, સહકારી રાજકારણમાં ગરમાવો.

Breaking News : કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું, સહકારી રાજકારણમાં ગરમાવો.

| Edited By: | Updated on: Aug 12, 2026 | 10:06 PM

ખેડાના કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલે અચાનક રાજીનામું આપી દેતાં સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. માત્ર થોડા દિવસો પહેલાં જ પદભાર સંભાળનાર પટેલના રાજીનામા પાછળ વાઇસ ચેરમેનની ચૂંટણીનું રાજકીય સમીકરણ કારણભૂત હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

ખેડા જિલ્લાના કપડવંજ APMC (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. APMCના ચેરમેન નિલેશ પટેલે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. નિલેશ પટેલ ગત 28મી તારીખે જ ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી, અને આટલા ટૂંકાગાળામાં તેમના રાજીનામાએ અનેક તર્કવિતર્ક અને ચર્ચાઓને જન્મ આપ્યો છે.

આ ઘટના બાદ કપડવંજ APMCમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. નિલેશ પટેલના રાજીનામા પાછળ શું દબાણ હતું કે પછી આ તેમનો સ્વૈચ્છિક નિર્ણય હતો, તે અંગે વિવિધ વાતો વહેતી થઈ છે. અગાઉ, APMCમાં વાઇસ ચેરમેનની ચૂંટણી દરમિયાન પણ મોટો રાજકીય વળાંક જોવા મળ્યો હતો. કુલ 15 બેઠકોમાંથી ભાજપ પાસે 9 બેઠકો હોવા છતાં, તેમના ઉમેદવારને માત્ર 4 મત મળ્યા હતા, જ્યારે સ્વતંત્ર ઉમેદવાર પ્રવીણભાઈ પટેલને વધુ મત મળતાં તેઓ વાઇસ ચેરમેન બન્યા હતા.

આ વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ સર્જાયેલું રાજકીય સમીકરણ જ નિલેશ પટેલના રાજીનામાનું કારણભૂત હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. હાલ તો સમગ્ર APMCમાં સોંપો પડી ગયો છે અને સૌ કોઈ આગામી રાજકીય ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. સમયની સાથે જ આ તમામ સવાલોના જવાબ મળશે અને કપડવંજ APMCનું ભવિષ્ય શું હશે તે સ્પષ્ટ થશે.

ક્યાંક ધોધમાર, તો ક્યાંક સાંબેલાધાર… જુઓ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો – Video

Follow Us
Loading...
Unable to load recommendations.