વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના (Yuvraj Singh Jadeja)જામીન મંજૂર થયા છે. ગાંધીનગર (Gandhinagar) કોર્ટે યુવરાજસિંહના શરતી જામીન મંજૂર કર્યા છે. ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. યુવરાજસિંહ જાડેજા પર પોલીસ (police)ઉપર ગાડી ચડાવી દઈ હત્યાના પ્રયાસનો યુવરાજસિંહ પર આરોપ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર ગાંધીનગર કોર્ટ ચૂકાદો (verdict) સંભળાવ્યો છે. ગઈકાલે યુવરાજસિંહની જામીન અરજી પર ગાંધીનગર સેસન્શ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી અને આજે કોર્ટ ચુકાદો જાહેર કર્યો છે.
ગઈકાલે યુવરાજસિંહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં કલમ-307 લાગી શકે તેમ નથી. પોલીસે ખોટો કેસ કર્યો છે જેથી તેમને જામીન આપવા જોઈએ. જેની સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં જામીન ન મળવા જોઈએ.
મહત્વનું છે કે ગત 5 એપ્રિલે સચિવાલયના ગેટ નંબર 4 પાસે વિદ્યાસહાયક ઉમેદવારોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તે દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા. જોકે, પોલીસ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમની પાછળ યુવરાજસિંહ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યાસહાયક ઉમેદવારોને ઉશ્કેર્યા હોવાનો તેમના પર આરોપ છે. તેમજ પોલીસ ઉપર ગાડી ચઢાવી દઈ હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધી પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર ઘટના યુવરાજસિંહની ગાડીના સ્પાય કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જેમાં પોલીસ જવાન કારની ટક્કર બાદ બોનેટ પર પડી જતાં જોઈ શકાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 3:53 pm, Sat, 16 April 22