Vadodara: છાણી વિસ્તારની કેનાલમાં એક કિશોર ડૂબ્યો, ફાયર બ્રિગેડના જવાનોએ શોધખોળ હાથ ધરી, જુઓ Video
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ કેનાલમાં ત્રણ મિત્રો નહાવા પડ્યા હતા. જે પૈકી બે બહાર આવવામાં સફળ રહ્યા હતા, પરંતુ આદિત્ય ન આવતા આ બંને વિધાર્થીઓએ બૂમાબૂમ કરી હતી. તેથી આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચીને તણાયેલા કિશોરની શોધખોળ હાથ ધરી છે.
Vadodara : વડોદરાના છાણી વિસ્તારની કેનાલમાં (canal) એક કિશોર ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 11માં અભ્યાસ કરતો આદિત્ય નામનો વિદ્યાર્થી કેનાલના પ્રવાહમાં તણાયો હતો. આદિત્ય તેના મિત્રો સાથે કેનાલમાં નહાવા પડ્યો હતો. આ દરમિયાન આ ઘટના બની હતી. હાલ વિધાર્થીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ કેનાલમાં ત્રણ મિત્રો નહાવા પડ્યા હતા. જે પૈકી બે બહાર આવવામાં સફળ રહ્યા હતા, પરંતુ આદિત્ય ન આવતા આ બંને વિધાર્થીઓએ બૂમાબૂમ કરી હતી. તેથી આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચીને તણાયેલા કિશોરની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos