બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ઝડપાવવાનો સિલસિલો યથાવત, ભાવનગરમાં વિદ્યાર્થી પાસેથી મળ્યો મોબાઇલ

|

Mar 16, 2024 | 12:02 PM

ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ધોરણ.12ની બોર્ડની પરીક્ષામાં  5 કોપી કેસ નોંધાયા છે. પરીક્ષા કેન્દ્રમાં સ્માર્ટ ફોન સાથે 2 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. અમદાવાદમાં વિદ્યાર્થિની પાસેથી મોબાઇલ મળ્યા હતા.

રાજ્યભરમાં વર્તમાન સમયમાં ગુજરાત બોર્ડની પરીક્ષા શરુ થઈ ચુકી છે. ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ધોરણ.12ની બોર્ડની પરીક્ષામાં  5 કોપી કેસ નોંધાયા છે. પરીક્ષા કેન્દ્રમાં સ્માર્ટ ફોન સાથે 2 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. અમદાવાદમાં વિદ્યાર્થિની પાસેથી મોબાઇલ મળ્યા હતા. ભાવનગરમાં પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થી પાસેથી મોબાઇલ મળ્યો હતો. તેમાં ધોરણ.10ની પરીક્ષામાં વિદ્યાર્થિની ડ્રેસ પર જવાબ લખીને લાવી હતી.

બીજી તરફ ત્રણ દિવસ અગાઉ આણંદમાં ધો.12 ની પરીક્ષા દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના બની હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યું હોવાનું સામે આવ્યું હતુ. તેમજ શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video