જૂનાગઢ વીડિયો : ગિરનાર પર ભારે પવન ફૂંકાતા આજે વહેલી સવારથી રોપ વે બંધ

જૂનાગઢ વીડિયો : ગિરનાર પર ભારે પવન ફૂંકાતા આજે વહેલી સવારથી રોપ વે બંધ

| Edited By: | Updated on: Jan 09, 2024 | 2:32 PM

આજે વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાતા રોપવે બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પવનની ગતિ ધીમી થતા ફરી શરુ કરવામાં આવશે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપવે બંધ કરવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાતા રોપવે બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પવનની ગતિ ધીમી થતા ફરી શરુ કરવામાં આવશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી કરી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો