લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન, વડોદરા RTOમાં AI ડ્રાઈવિંગ ટેસ્ટ, જુઓ Video
વડોદરા RTOમાં AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ થતાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું બોર્ડની પરીક્ષા સમાન બની ગયું છે. જૂન મહિનાથી અમલમાં આવેલા આ ટેસ્ટમાં ચોકસાઈ અને સલામતીની કડક ચકાસણી થાય છે.
વડોદરા RTOમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટેનો ટેસ્ટ હવે અરજદારો માટે જાણે બોર્ડની પરીક્ષા સમાન બની ગયો છે. જૂન મહિનાથી શરૂ થયેલા AI આધારિત ટેસ્ટ ટ્રેકના કારણે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. આ ટેસ્ટમાં વાહન ચલાવવાની ચોકસાઈ અને ક્ષમતાની કડક ચકાસણી કરવામાં આવે છે.
RTO અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટનો હેતુ અરજદારોને પરેશાન કરવાનો નથી, પરંતુ રસ્તા પર વાહન ચલાવતી વખતે તેમની એક્યુરેસી અને સલામતી ક્ષમતાની ચકાસણી કરવાનો છે. જોકે, આ ટેકનોલોજી અરજદારો માટે મોટો પડકાર સાબિત થઈ રહી છે. 2 જૂન, 2023 થી 27 ઓગસ્ટ સુધીમાં ફોર-વ્હીલર માટે ટેસ્ટ આપનાર આશરે 5000 અરજદારોમાંથી માત્ર ૪૨૫ જ સફળ થયા છે. આ આંકડો 25 ટકાથી પણ ઓછો સફળતા દર દર્શાવે છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડ્રાઈવિંગ ટેસ્ટ વધુ પારદર્શક અને સચોટ બન્યો છે, પરંતુ તેના કારણે અરજદારોમાં ચિંતા અને નારાજગી જોવા મળી રહી છે.
વડોદરા જેલમાં ચૈતર વસાવાને બહેનોએ બાંધી રાખડી, ભાવુક રક્ષાબંધનના દ્રશ્યો જુઓ
