જામનગર વીડિયો : પંચેશ્વર ટાવર પાસે રખડતા ઢોરે સ્કૂટર ચાલકને લીધો અડફેટે, CCTVમાં કેદ થયા દ્રશ્યો
જામનગરમા રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો જામનગરના પંચેશ્વર ટાવર પાસે રખડતા ઢોરે સ્કૂટર ચાલકને અચાનક અડફટે લીધો હતો. અચાનક ઢોર સામે આવી જતા યુવકને સ્કૂટર સાથે ફંગોળાયો હતો. મહાનગર પાલિકાની રખડતા ઢોરને લઈ નવી પોલિસી જાહેર કર્યા બાદ આ પહેલી ઘટના સામે આવી છે.
રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળે છે. તો આવી જ એક ઘટના જામનગર જિલ્લામાં બની છે. જામનગરમા રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો જામનગરના પંચેશ્વર ટાવર પાસે રખડતા ઢોરે સ્કૂટર ચાલકને અચાનક અડફટે લીધો હતો. અચાનક ઢોર સામે આવી જતા યુવકને સ્કૂટર સાથે ફંગોળાયો હતો.
સદનસીબે યુવકને સામાન્ય ઈજા થતા તેનો બચાવ થયો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. લાખો રુપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ઢોરની સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.તો બીજી તરફ આ અગાઉ જામનગરના રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો હોવાનું સામે આવ્યુ છે. તો ઢોરની અડફેટે આવેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા ચકચારી મચી હતી.
