AHMEDABAD : જુના વાડજમાં ડીમોલેશન દરમિયાન AMCની ટીમ અને પોલીસ પર પથ્થરમારો, 5 લોકોની અટકાયત
કોઇપણ પ્રકારની નોટિસ આપ્યા વિના ડીમોલેશન કરતા સ્થાનિકોમાં રોષવ્યાપ્યો હતો. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતા કોર્પોરેશન દાદાગીરી કરી રહ્યું છે.
AHMEDABAD : અમદાવાદમાં જુનાવાડજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્લમ વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. કોઇપણ પ્રકારની નોટિસ આપ્યા વિના ડીમોલેશન કરતા સ્થાનિકોમાં રોષવ્યાપ્યો હતો. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતા કોર્પોરેશન દાદાગીરી કરી રહ્યું છે. દેવસ્ય હોસ્પિટલની બાજુમાં ડિમોલિશન ચાલુ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન પોલીસ કાફલા સાથે ગરીબોના ઝુંપડા તોડવા પહોંચ્યું હતું.
જુના વાડજ વિસ્તારમાં આવેલા આ સ્લમ એરિયામાં કડકડતી ઠંડીમાં ગરીબો પર એસ્ટેટ વિભાગનુ બુલડોઝર ચાલ્યું છે. 50 ઘરમા રહેતા અંદાજિત 400 થી વધુ લોકો બેઘર બન્યા છે. વહેલી સવારે અચાનક કોર્પોરેશનની ટીમેં તોડફોડ શરુ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જતા પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દીધી. તમામ મકાનોમાં રહેલો સામાન રસ્તા પર ફેકી દેવામાં આવ્યો હતો.
કોર્પોરેશન દ્વારા ડીમોલેશનની કામગીરીથી રોષે ભરાયેલા કેટલાક સ્થાનિક રહેવાસીઓએ કોર્પોરેશનની ટીમ અને પોલીસ કાફલા પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો કરવાનો પ્રયાસ કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ મામલે 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Vadodara: લો બોલો! “કોરોનાથી બચવા માસ્ક પહેરો”, માસ્ક પહેર્યા વગર ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની લોકોને સલાહ