અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય નજીક ભારે બબાલ થયો છે. અહીં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા હતા. જે બાદ સામ સામે આવી જતા કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા.
સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ બાદ સમગ્ર દેશમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા જે વચ્ચે ઘર્ષણ થતા પથ્થર મારો થયો હતો.
તમને જણાવી દઈએ કે ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સાંસદમાં ભાષણ આપ્યું હતુ તેમણે તે દરમિયાન હિન્દૂ ઉપર અભદ્ર ટિપ્પણી કરતા ભાજપે વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે સમગ્ર દેશમાં ભાજપ કોંગ્રેસનો વિરોધ કરી રહી છે. ત્યારે આજે અમદાવાદમાં ભાજપના વિરોધ વચ્ચે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ જે બાદ મામલો વધુ ગંભિર થતા બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે પથ્થર મારો થયો હતો
Published On - 5:31 pm, Tue, 2 July 24