Valsad : મહેસુલ મંત્રીએ કોમન મેન બની રજિસ્ટ્રાર ઓફિસની અચાનક મુલાકાત લીધી

Valsad : મહેસુલ મંત્રીએ કોમન મેન બની રજિસ્ટ્રાર ઓફિસની અચાનક મુલાકાત લીધી

| Edited By: | Updated on: Feb 11, 2022 | 10:11 PM

ગુજરાતના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રજિસ્ટ્રાર ઓફિસમાં સામાન્ય માણસ બની રિક્ષામાં બેસી રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા હતા.રજિસ્ટ્રાર ઓફિસમાં કામ દરમિયાન વહીવટ કઈ રીતે છે ચાલે છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું .

ગુજરાતમાં(Gujarat) મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi) વલસાડ (Valsad) મામલતદાર કચેરીમાં આવેલી રજિસ્ટ્રાર ઓફિસમાં આકસ્મિક મુલાકાત લીધી. રજિસ્ટ્રાર ઓફિસમાં સામાન્ય માણસ બની રિક્ષામાં બેસી રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા હતા.રજિસ્ટ્રાર ઓફિસમાં કામ દરમિયાન વહીવટ કઈ રીતે છે ચાલે છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું . આ સાથે જ ઓફિસ આવેલ અરજદારોને મહેસુલ મંત્રીએ પૂછ્યું ઓફિસમાં કોઈ પૈસા એવું માંગે છે. નાગરિક તરીકે જે પણ સમસ્યા હોય તે કહેવાનો હક હોવાનું પણ રાજેન્દ્ર ત્રિવેદીએ અરજદારોને કહ્યું. રાજેન્દ્ર ત્રિવેદીની આકસ્મિક મુલાકાતથી કલેક્ટર સહિતના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

મહેસુલ મંત્રીના આ રીતે અચાનક જ રિક્ષામાં બેસીને મામલતદાર કચેરી પર જવાની ઘટનાને વલસાડ વાસીઓ આવકારી. આ પ્રકારે મંત્રીઓ જો સ્થાનિક લોકોને મળશે અને લોકોના પ્રશ્નો જાણશે તો સરકારી કચેરીઓ ભ્રષ્ટાચાર મુક્ત થશે તેવું વલસાડ વાસીઓનું માનવું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં  તા.12 ફેબ્રુઆરીના રોજ વલસાડ ખાતે મહેસૂલ મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ મહેસૂલ મેળા સતત ચાલતી પ્રક્રિયા હોવાથી આવનારા સમયમાં એક દિવસમાં બે જિલ્લામાં મહેસૂલી મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મહેસૂલ કચેરીની ઓચિંતી મુલાકાત લેવાનું ચાલુ રહેશે તેમ પણ  મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યુ હતું.

આ પણ વાંચો : Vadodara ના સૌથી લાંબા બ્રિજની કામગીરીને લાગ્યું ગ્રહણ, કામ ઝડપથી પૂર્ણ કરવા લોકોની માંગ

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 1883 કેસ, 14 લોકોના મૃત્યુ

Published on: Feb 11, 2022 10:03 PM