Gandhinagar : ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો, વીરોનું કરાયું સન્માન, જુઓ Video

Gandhinagar : ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો, વીરોનું કરાયું સન્માન, જુઓ Video

| Edited By: | Updated on: Aug 24, 2023 | 4:32 PM

ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રધાનો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gandhinagar : ગાંધીનગર ખાતે મારી માટી મારો દેશ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે, તેમણે છેવાડાના માનવીનો વિકાસ થાય તે રીતે કામ કર્યું છે.

આ પણ વાંચો Gandhinagar Video : ઝવેરી કમિશનના રિપોર્ટ પર ચર્ચા કરવા મુખ્યપ્રધાને સાંજે 5 વાગે બોલાવી બેઠક, ભલામણો પર અભ્યાસ કરવા માટે સરકારે બનાવી કમિટી

ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રધાનો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન વીર જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

(Input By : Rutvik Patel)

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 23, 2023 07:27 PM
Follow Us