અમદાવાદની સૌથી મોટી બેડમિન્ટન એકેડમીનું લોકાર્પણ, રાજય સરકાર સ્પોર્ટસ પોલિસી જાહેર કરશે : હર્ષ સંઘવી

|

Feb 12, 2022 | 1:27 PM

આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરશે. નવી સ્પોર્ટ્સ પોલિસીમાં ખેલાડીઓને ડાયરેકટ લાભ થશે. પોલિસી માટે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. રમત ગમત ક્ષેત્રે રિફોર્મ માટે કમિટીની રચના કરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi)થલતેજમાં અમદાવાદની (Ahmedabad)સૌથી મોટી બેડમિન્ટન એકેડેમીનું (Badminton Academy)લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, જોઈન્ટ પોલીસ કમિશ્નર રાજેન્દ્ર અસારી હાજર રહ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમના એસીપી જે.પી.યાદવ દ્વારા આ બેડમિન્ટન એકેડેમી શરૂ કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. અને પોલીસ અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેડમિન્ટનની મજા માણી હતી.

આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્પોર્ટ્સ પોલિસી (Sports policy)જાહેર કરશે. નવી સ્પોર્ટ્સ પોલિસીમાં ખેલાડીઓને ડાયરેકટ લાભ થશે. પોલિસી માટે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. રમત ગમત ક્ષેત્રે રિફોર્મ માટે કમિટીની રચના કરી છે. 18 ફેબ્રુઆરીથી ખેલ મહાકુંભ માટે રજીસ્ટ્રેશન શરૂ થશે. 40 લાખ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લે તેવું આયોજન છે. આ પ્રકારના ટ્રેનિંગ સેન્ટરો ખેલાડીઓ માટે ફાયદાકારક સાબિત થશે. રાજ્ય સરકારે નડિયાદમાં બનાવેલા સેન્ટર ઓફ એક્સિલન્સ જેવા સેન્ટરો રાજ્યના અલગ અલગ જિલ્લા અને મહાનગરોમાં બનાવવામાં આવશે. ઈરાન ચેમ્પિયનશીપમાં ગુજરાતની દીકરીએ નામ રોશન કર્યું છે. આ દીકરીને રાજ્ય સરકારે મદદ કરી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમમાં 36 ટકા જ પાણી, ઉનાળા પહેલા તંત્ર યોગ્ય આયોજન કરે તેવી લોકોની માગ

આ પણ વાંચો : વલસાડ: ઉમરગામ મહેસૂલી મેળાનો વીડિયો વાયરલ, ફણસા ખાતે આવેલી જમીન વિવાદ ન ઉકેલાતા વૃદ્ધ અકળાયા

Next Video