વલસાડમાં 15થી 18 વર્ષના કિશોરોના કોરોના વેક્સિનેશન માટે તંત્ર સજ્જ, કરવામાં આવશે આ ખાસ આયોજન
વલસાડમાં 15 થી 18 વર્ષના તરુણોના રસીકરણ માટે તંત્ર સજ્જ બનું છે. જિલ્લામાં 80 હજાર કિશોરોની યાદી તૈયાર કરવામાં આવી છે.
Vaccination: વલસાડમાં (Valsad) બાળકોના કોરોના રસીકરણ (Corona Vaccination) અભિયાનની તૈયારી કરવામાં આવી છે. વલસાડ આરોગ્ય વિભાગના (Health Department) સર્વે પ્રમાણે 80 હજાર કિશોરોને ડેટા તૈયાર છે. આ કિશોરોના વાલીઓને રજીસ્ટ્રેશન કરવા અને કોરોના રસી લેવા માટે સમજાવવામાં આવશે. કિશોરો માટે શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર પર રસીકરણની તૈયારી કરવામાં આવી છે. વલસાડમાં ઝડપથી કિશોરોનું રસીકરણ પૂર્ણ થાય તે માટે ખાસ કેમ્પ પણ કરવામાં આવશે.
દેશમાં કિશોરોનું વેક્સિનેશન
દેશમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ માટે 1 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ માટે તમે Cowin એપ પર રજીસ્ટ્રેશન કરાવી શકશો. નોંધણી માટે 10મા ધોરણનું આઈડી કાર્ડ પણ ઓળખ પુરાવા તરીકે ગણવામાં આવશે. આ એટલા માટે છે કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ અથવા અન્ય કોઈ ઓળખ કાર્ડ નથી.
દેશમાં 15-18 વર્ષની વય જૂથના લગભગ 100 મિલિયન બાળકો
હાલમાં દેશમાં માત્ર 15થી 18 વર્ષના બાળકોને જ કોરોનાની રસી આપવામાં આવશે. તેનાથી નાના બાળકોના રસીકરણ અંગે સરકારે કોઈ નિર્ણય લીધો નથી. ડ્રગ્સ કંટ્રોલરે 12થી 18 વર્ષની વયના બાળકો પર કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી હોવા છતાં, સરકારે માત્ર 15થી 18 વર્ષની વયના બાળકો માટે જ રસીકરણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર દેશમાં 15-18 વર્ષની વય જૂથના લગભગ 100 મિલિયન બાળકો છે. સરકારનો પ્રયાસ રહેશે કે આ બાળકોને વહેલી તકે રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવે.
આ પણ વાંચો: ખેડૂતો માટે રાહત: હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતા નહીં, આગામી 24 કલાકમાં આકરી ઠંડીની આગાહી
આ પણ વાંચો: ભૂમાફિયા જયેશ પટેલની જમીન લેવાઈ ટાંચમાં: માત્ર જામનગરમાં 40 થી વધુ જમીન કૌભાંડ કરનાર જયેશ હાલ લંડનની જેલમાં