Surat: ડાંગરના પોષણક્ષમ ભાવ, છતા નુકસાન! દક્ષિણ ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે ડાંગર વેચી ન શકતા 75 કરોડનો ફટકો

દક્ષિણ ગુજરાતમાં પુરવઠા નિગમની વ્યવસ્થાના અભાવે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. આ કારણે ખેડૂતો ટેકાના ભાવે ડાંગર વેચી ન શકતા તેઓને 75 કરોડનો ફટકો પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 5:29 PM

ખેડૂતોની આવક ડબલ કરવાની સરકારની વાતો વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વિપરીત સ્થિતિ જોવા મળી છે. પુરવઠા નિગમની વ્યવસ્થાના અભાવે ટેકાના ભાવે ખેડૂતો ડાંગર વેચી શકતા નથી. જેના કારણે તેઓને 75 કરોડનો ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તી ખુબ વિકસીત છે જેથી તમામ મંડળી અને APMC માં ટેકાના ભાવ કરતા નિચેના ભાવે ડાંગર વેચાઈ રહી છે. ડાંગરના ટેકાનો ભાવ રૂ 388 છે પરંતુ પુરવઠા નિગમમાં વ્યવસ્થા ન હોવાથી ત્યાં ખેડૂતો ડાંગર વહેંચી શકતા નથી.

તો બીજી તરફ ખેડૂતોને સારી સુવિધા વાળા APMC માં માત્ર રૂ 300 ના ભાવે ડાંગરનો પાક વહેંચવો પડે છે. જેથી સરકારી સેન્ટરો બદલવા અને એપીએમસી, સહકારી મંડળીઓને નોડલ એજન્સી તરીકે નિમવા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલને રજુઆત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: surat: વેપારીઓને ચાંદી-ચાંદી, તહેવારોને પગલે સાડી અને ડ્રેસ મટિરિયલ્સની ડિમાન્ડમાં વધારો

આ પણ વાંચો: SURAT : VNSGUમાં ગરબા મામલે ઘર્ષણમાં તાપસના આદેશ, 3 દિવસમાં અહેવાલ રજૂ કરવામાં આવશે

આ પણ વાંચો: Surat: બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ, CCTV માં કેદ થયા તમંચાના દમે કરેલી લૂંટના દ્રશ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">