ગુજરાતમા( Gujarat) સતત કોરોનાના(Corona)કેસ વધી રહ્યા છે અને તેમા પણ અમદાવાદ(Ahmedabad)શહેર કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે(Gujarat Highcourt) પણ હવે હાઇકોર્ટમાં પ્રવેશ માટે નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(SOP) લાગુ કર્યા છે. જેમાં કોર્ટમાં આવતા તમામ માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજિયાત કરવામાં આવી છે. તેમજ પોતાનો કેસ લડવા માગતા વ્યક્તિઓએ કોરોનાનું નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું જરૂરી છે.
આ ઉપરાંત જાહેર જનતા માટે હાઇકોર્ટમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. તેમજ હાઇકોર્ટની કેન્ટીન પણ બંધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમજ હાઇકોર્ટના પ્રવેશતા લોકો મટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત કરવા કહેવામાં આવ્યુ છે. આ ઉપરાંત વકીલો ખોટી ભીડ ન કરે તે માટે તકેદારી રાખવાની જવાબદારી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના શિરે મૂકી છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં 03 જાન્યુઆરીના રોજ ઉછાળો આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ લોકોના મોત થયા છે અને ઓમીક્રોનના નવા 16 કેસ નોંધાયા છે.
જેમાં અમદાવાદમાં સૌથી વધુ 631, સુરતમાં 213, વડોદરામાં 68, રાજકોટમાં 37, વલસાડમાં 40, આણંદમાં 29, ખેડામાં 24,ગાંધીનગર 18, ભાવનગર 17 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 151 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યના કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5858 એ પહોંચી છે. તેમજ રાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોત થયા છે . જયારે અત્યાર સુધી રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,34,538 પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,047 છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ઓમીક્રોનના નવા 16 કેસ નોંધાયા, કુલ કેસનો આંક 152 થયો
આ પણ વાંચો : સુરતમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, નદી ઉત્સવના વિરોધમાં ખાડી ઉત્સવનું આયોજન
Published On - 11:28 pm, Mon, 3 January 22