અમદાવાદીઓ માર્ગ પર વાહન લઈને નીકળો તો સાવધાન ! શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત

|

Sep 19, 2022 | 8:35 AM

સ્માર્ટસિટી અમદાવાદમાં (Smartcity ahmedabad) 94 ભૂવા પડ્યા છે. હજુ પણ 10થી વધુ ભૂવાના રિપેરીંગની કામગીરી અધૂરી છે.

અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા પાંચ દિવસમાં ચાર સ્થળોએ ભૂવા (pits) પડવાનો અને ડ્રેનેજ લાઈનમાં (Dranage line) ભંગાણ સર્જાવાની ઘટના બની છે. આ ચાર દ્રશ્યો એ વાતની સાક્ષી પુરે છે કે મેટ્રો સિટી અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો હજી પણ યથાવત છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વિશાળકાય ભૂવા પડી રહ્યા છે. વગર વરસાદે (Rain)  રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોએ મનપાના તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે. જો કે, વારંવારના પડતા ભૂવાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્માર્ટસિટી અમદાવાદમાં (Smartcity ahmedabad)94 ભૂવા પડ્યા છે. હજુ પણ 10થી વધુ ભૂવાના રિપેરીંગની કામગીરી અધૂરી છે.

વારંવારના પડતા ભૂવાઓથી લોકો ત્રાહિમામ

વરસાદ અને ત્યારબાદ ભુવા પડવા અમદાવાદ શહેરમાં સામાન્ય બની ચૂક્યું છે. જૂહાપુરા વિસ્તારમાં આવેલ લોખંડવાલા પાર્ટી પ્લોટ પાસે આ સિઝનનો (Monsoon season) વધુ એક ભુવો પડ્યો. અમદાવાદ મહાનગરપાલિકાનું (AMC) કચરા ભરવાનું ડમ્પર જ્યારે જૂહાપુરા પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેનો પાછળનો ભાગ પોલાણવાળી જગ્યા પર ફસાઈ ગયો હતો. ભુવો એટલો તો મહાકાય હતો કે ડમ્પરના પાછળનો અડધો ભુવામાં જ્યારે આગળનો ભાગ હવામાં હતો. લગભગ 2 કલાક કરતાં પણ વધારે સમય સુધી ડમ્પર ભુવામાં રહ્યા બાદ આખરે AMCએ આ એક ડમ્પરને ભુવામાંથી કાઢવા, 2 ક્રેઇન મંગાવી. ભારે જહેમત બાદ ડમ્પરને બહાર કાઢવામાં સફળતા મળી હતી.ત્યારે હાલ મેટ્રોસિટીમાં ભૂવારાજને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Next Video