રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે SIT એ સરકારને સોંપેલ રિપોર્ટમાં મોટા ખુલાસા, જુઓ-Video

|

Jun 21, 2024 | 5:06 PM

TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે SITનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. 100 પાનાના રિપોર્ટમાં કાંડને લઈને પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. SITની તપાસમાં 4 વિભાગની બેદરકારી સામે આવી છે.

રાજકોટ TRP અગ્નિકાંડ મામલે SITનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. 100 પાનાના રિપોર્ટમાં કાંડને લઈને પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. SIT એ આ રિપોર્ટ સોંપવા સાથે મોટા ખુલાસા કર્યા છે. રિપોર્ટમાં 4 વિભાગની બેદરકારી હોવાનું જણાવ્યું છે. જેમા SITના વડા સુભાષ ત્રિવેદીના સરકારને સોંપાયેલા રિપોર્ટ મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગ, R&B અને લાયસન્સ વિભાગની બેદરકારી સામે આવી છે.

ઘટના પાછળ 4 વિભાગની બેદરકારી

આ સમગ્ર મામલે હાલ આ રિપોર્ટમાં આખી ઘટના પાછળની બેદરકારીનો ચિતાર આપવામાં આવ્યો છે. આખા રિપોર્ટમાં કુલ 4 વિભાગની બેદરકારી સામે આવી છે. SITના વડા સુભાષ ત્રિવેદીના જણાવ્યા મુજબ કયા વિભાગ દ્વારા ક્યાં બેદરકારી દાખવવામાં આવી તે અંગે સરકારને રિપોર્ટ મારફતે જાણ કરી દેવાઈ છે.

SITના રિપોર્ટ સોંપ્યા બાદ આગળની તપાસ ચાલુ

આ સમગ્ર મામલે હજી પણ SITના રિપોર્ટ સોંપ્યા બાદ આગળની તપાસ ચાલુ રહેશે. SITના વડાના જણાવ્યા મુજબ હજુ પણ કડક કાર્યવાહી થઈ શકે છે જે કોઈ સંડોવાયેલા હશે તેને છોડવામાં નહી આવે. પછી ભલે તે કોઈ ઉચ્ચ અધિકારી જ કેમ ના હોય.

ગેમઝોનમાં ફોટા પડાવેલ અધિકારીઓની થશે તપાસ

સૌથી મહત્વની બાબત એ છે કે જે અધિકારીઓએ ગેમઝોનમાં ફોટો પડાવ્યા હતા તેમની પણ પૂછપરછ કરાશે અને હજૂ એવા પણ IAS અને IPS છે કે જેમના પર તપાસ થઈ શકે છે.

એટલે એક વાત ચોક્કસ છે કે SITના રિપોર્ટમાં તમામની બેદરકારીનું આખું લિસ્ટ છે. તમામ વિરૂદ્ધ કડકમાં કડક પગલા લેવાશે તેવી બાંહેધરી સરકાર તરફથી પણ આપવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે આખા મામલે જે તે વિભાગના કયા અધિકારીઓના નામે સામે આવે છે.

Next Video