રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત, આણંદમાં અનરાધાર 12 ઈંચ ખાબક્યો, 70 તાલુકામાં નોંધાયો ધોધમાર વરસાદ

|

Jul 01, 2022 | 8:34 PM

રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત જોવા મળી રહિ છે. ગુજરાતના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે રાજકોટના જેતપુરમાં 2 ઇંચ વરસ્યો હતો.

રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત જોવા મળી રહિ છે. ગુજરાતના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ (heavy rainfall) નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે રાજકોટના જેતપુરમાં 2 ઇંચ વરસ્યો હતો. બીજી તરફ સુરતના ઓલપાડમાં દિવસ દરમિયાન 4 ઇંચ વરસાદ પડ્યો હતો. તાપીના ડોલવણમાં સાડા ત્રણ ઇંચ, વલસાડના પારડીમાં 3 ઇંચ, જુનાગઢના મેંદરડા, રાજકોટના ગોંડલમાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અષાઢી બીજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ભરૂચ અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. સૌથી વધુ સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. સુરત શહેર અને ઉમરપાડામાં 7 ઈંચ, કામરેજમાં 8 ઈંચ અને માંગરોળમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કીમ ચાર રસ્તા પર ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા. આ તરફ ભરૂચ, નવસારી અને તાપીમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી.

બીજી તરફ આણંદમાં અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વન તળાવ વિસ્તારમાં એક યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત થયું છે જ્યારે ચાર જેટલા પશુઓનું પણ પાણીમાં ડૂબી જતા મોત થયા છે. તો 100 જેટલા પરિવારોની ઘરવખરી પાણીમાં ડૂબી જતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આણંદના બોરદસમાં સૌથી વધુ 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો. જેને લઈને પ્રથમ વરસાદે જ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો નદી-નાળા અને તળાવ પણ છલકાયા છે. આ ઉપરાંત આંકલાવમાં 3 ઈંચ, તારાપુરમાં 2 ઈંચ, સોજીત્રા અને પેટલાદમાં 2 ઈંચ તો આણંદ, ઉમરેઠ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

Published On - 7:53 pm, Fri, 1 July 22

Next Video