Rajkot: ગ્રીષ્માની જેમ જ સૃષ્ટિ રૈયાણીના હત્યારાને પણ ફાંસીની સજા મળે તેવી પરિવારની માગ

|

May 06, 2022 | 8:03 AM

14 મહિના પહેલાં જેતલસરમાં (Jetalsar) જયેશ સરવૈયા નામના આરોપીએ ભરબપોરે સૃષ્ટિની હત્યા (Srishti Raiani Murder case) કરી હતી. સૃષ્ટિના ઘરમાં જ સૃષ્ટિને છરીના અસંખ્ય ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી.

તાજેતરમાં જ ગ્રીષ્મા મર્ડર કેસ (Grishma Murder Case) નો ચુકાદો આવ્યો છે. જેમાં કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. ત્યારે હવે ગ્રીષ્માને તો ન્યાય મળ્યો પરંતુ ગ્રીષ્મા જેવી જ ઘટનામાં રાજકોટના (Rajkot) જેતલપુરનો પરિવાર હજુ ન્યાયની રાહ જોઈ રહ્યો છે. રાજકોટના જેતપુરના જેતલસરની સૃષ્ટિ રૈયાણી (Srishti Raiani Murder case) હત્યા કેસ મુદ્દે પણ આરોપીને ફાંસીની સજાની માગણી ઉઠી છે.

રાજકોટના જેતલપુરમાં રહેતા સૃષ્ટિના પરિવારે કહ્યું કે, ગ્રીષ્મા હત્યા કેસમાં જો ઝડપી ચુકાદો આવી જતો હોય તો સૃષ્ટિની હત્યા મામલે કેમ નહીં ? સૃષ્ટિના કેસમાં પણ આરોપીએ એક તરફી પ્રેમમાં હત્યા કરી છતાં હજુ સુધી કેમ ન્યાય નથી મળ્યો ? સૃષ્ટિના હત્યારાને પણ ફાંસીની સજા મળે તેવી પરિવારે માગ કરી છે.

14 મહિના પહેલાં જેતલસરમાં જયેશ સરવૈયા નામના આરોપીએ ભરબપોરે સૃષ્ટિની હત્યા કરી હતી. સૃષ્ટિના ઘરમાં જ સૃષ્ટિને છરીના અસંખ્ય ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. આરોપીએ મૃતકના ભાઈ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપ છે કે, એક તરફી પ્રેમમાં પાલગ યુવક સૃષ્ટિના ઘરે પહોંચ્યા હતો અને ક્રુરતાપૂર્વક સૃષ્ટિની હત્યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં ચૂકાદો આવી ગયો છે. કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આ સજા સંભળાવી છે. કોર્ટમાં જજે જજમેન્ટ વાંચતી વખતે અલગ અલગ 4 જજમેન્ટ પણ ટાક્યાં હતાં. આ ઉપરાંત બાળકો વેબ સિરીઝ જોઈ રહ્યા છે તેની પણ નોંધ લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આરોપી ફેનીલ પરિવારનો આવકનો સ્ત્રોત નથી. કોર્ટે ગ્રીષ્માના પરિવારને વળતર ચૂકવવા માટે પણ અપીલ કરી હતી.

Next Video