રાજકોટની સરકારી શાળામાં શિક્ષકોની અછત, બાળકોનું ભવિષ્ય જોખમમાં ! જુઓ Video

|

Aug 05, 2023 | 6:27 PM

રાજકોટમાં એમ.એમ પટેલ શાળા વિવાદમાં આવી છે. શિક્ષકોના અભાવે બાળકોનું ભણતર જોખમમાં હોવાની ફરિયાદ ઉઠી છે. ધો.12 કોમર્સમાં માત્રે બે શિક્ષકો હોવાની રાવ ઉઠી છે. વિદ્યાર્થીઓના બે વિષય તો ભણાવાતા જ નહિ હોવાની પણ ફરિયાદ છે.

Rajkot Education: રાજકોટના અંબિકા પાર્ક પાસે આવેલી એમ.એમ. પટેલ શાળા વિવાદમાં આવી છે. શાળામાં શિક્ષકોના અભાવે બાળકોનું ભણતર જોખમમાં છે. શિક્ષકોનો અભાવ હોવાથી ધોરણ 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો નથી થઇ રહ્યો. વિદ્યાર્થીઓનું કહેવું છે, કે 2 વિષય તો ભણાવવામાં જ નથી આવી રહ્યા, કારણ કે શિક્ષક જ નથી. તો આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ? આ સમસ્યાથી વાલી અને વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી છે.

બાળકો માટે ધોરણ-12 ખૂબ મહત્વનું હોય છે, આ ધોરણ બાળકોના ભવિષ્યના નવા રસ્તા ચીંધવા માટે મહત્વનો અભિગમ છે. તો, શાળાના ટ્રસ્ટી જેરામ પટેલનું નિવેદન પણ સાંભળીએ, ટ્રસ્ટીનું કહેવું છે, કે સરકારનો પ્રશ્ન છે, સરકાર સોલ્વ કરશે, DEOને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Breaking News: અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા

મહત્વનું છે, કે આ પ્રકારે તો શિક્ષણ જોખમમાં છે. સરકાર અને તંત્રએ તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો નિકાલ લાવવો પડશે. નહીંતર બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. આવી સ્થિતિમાં બાળકો શાળા છોડવા પણ મજબૂર થઇ શકે છે, અને શિક્ષકો જ નથી, તો બાળકો ભણશે શું?, પરીક્ષા કેવી રીતે આપશે? અને કઇ રીતે આગળ વધશે? નારાજ વાલી અને વિદ્યાર્થીઓએ માગ કરી છે, કે શિક્ષકની અછત પૂરી કરવામાં આવે જેથી ધોરણ 12નો અભ્યાસક્રમ પૂરો થઇ શકે સરકાર અને તંત્ર આ મુદ્દે જલ્દી ઉકેલ લાવે, તે જરૂરી છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video