કચ્છ : ગાંધીધામના વેપારીના પુત્રની હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા, આરોપીઓએ 45 દિવસ સુધી કરી હતી યુવકની રેકી

| Edited By: | Updated on: Nov 23, 2023 | 6:22 PM

આરોપીએ સારી આર્થિક સ્થિતિ ધરાવતા પરીવારના દિકરાને નિશાન બનાવ્યો. આરોપીએ જૂના પાડોશી ટીમ્બર વેપારીના દિકરાને નિશાન બનાવ્યો હતો. યુવકનું અપહરણ કરી રૂપિયા વસુલવાનો ઈરાદો હતો અને મદદ કરવાના બહાને વિરાન જગ્યા પર લઈ જવાયો. જ્યાં પાઈપના ઘા મારી ગળે ટુંપો આપી હત્યા કરી હતી.

કચ્છમાં ગાંધીધામના યશ તોમર નામના યુવકના અપહરણ બાદ હત્યા કેસમાં ચોંકાવનાર ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં સીસીટીવીના આધારે રાજેન્દ્ર કાલરિયા અને કિશન માવજી સીંચ નામના બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ 45 દિવસથી યુવકની રેકી કરતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો કચ્છ : મુન્દ્રાના જૂના બંદર પર ચોખાના લોડિંગ દરમિયાન જહાજમાં લાગી આગ, જુઓ વીડિયો

આરોપીએ સારી આર્થિક સ્થિતિ ધરાવતા પરીવારના દિકરાને નિશાન બનાવ્યો. આરોપીએ જૂના પાડોશી ટીમ્બર વેપારીના દિકરાને નિશાન બનાવ્યો હતો. યુવકનું અપહરણ કરી રૂપિયા વસુલવાનો ઈરાદો હતો અને મદદ કરવાના બહાને વિરાન જગ્યા પર લઈ જવાયો. જ્યાં પાઈપના ઘા મારી ગળે ટુંપો આપી હત્યા કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો