ખેડૂતે 2500 માટલાથી બનાવ્યું શિવલિંગ આકારનું પક્ષીઘર, રાજકોટના ગામડાનો આ પક્ષીઓનો આશરો તમને અભિભૂત કરી મુકશે
રાજકોટના ગામમાં 2500 માટલાનો ઉપયોગ કરીને 'શિવલિંગ' આકારનું પક્ષી ઘર તૈયાર કરવામાં આવ્યું છે. આ અનોખું પક્ષીઘર હજારો પક્ષીઓનું રહેઠાણ બનશે.
Rajkot: રાજકોટના જેતપુર (Jetpur) તાલુકાના નવી સાંકળી (Navi Sankali) ગામે પક્ષીપ્રેમીએ (bird house) પક્ષીઓ માટે અનોખુ ઘર બનાવ્યું છે. આ ગામમાં 2500 થી વધુ માટલાનો ઉપયોગ કરીને શિવલિંગ આકારનું આ પક્ષીઘર બનાવવામાં આવ્યું છે. કે જે અનેક પક્ષીઓનું આશ્રયસ્થાન બની ગયું છે. અંદાજે વીસ લાખનો ખર્ચો કરીને ગામના ભગવાનજીભાઇએ આ ભગીરથ કાર્ય કર્યું છે.
તો જે રીતે આ અનોખું પક્ષીઘર બનાવવામાં આવ્યું છે, તે મુજબ શિયાળો, ઉનાળો ચોમાસુ દરેક સિઝનમાં પક્ષીઓ માટે આ આશ્રય સ્થાન ઉપયોગી સાબીત થશે. ગામની પાદરમાં પાલિકાની જમીન પર 600 વારના પ્લોટમાં આ પક્ષીઘર તૈયાર કરાયું છે. જે હજારો પક્ષીઓનું ઘર બની ગયું છે.
શિવલિગ આકારના આ પક્ષી ઘરમાં નીચે ભગવાન શિવનું મંદિર છે. સાથે જ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડ પણ બનવાયા છે. શહેરીકરણને લઈને જોખમમાં આવેલ પક્ષીઓની પ્રજાતિના રક્ષણ માટેનો આ પ્રયાસ અન્ય લોકો માટે પણ પ્રેરણા આપનારો છે.
આ પણ વાંચો: 7 દિવસમાં અઢી લાખ તરુણોને વેક્સિન આપવાનો આ છે AMC નો માસ્ટર પ્લાન, જાણો રાજ્યમાં શું છે વ્યવસ્થા
આ પણ વાંચો: તરુણોને વેક્સિન આપવા ભાવનગર પાલિકા સજ્જ, ભણતા ન હોય તેવા બાળકોને આ રીતે અપાશે કોરોના રસી
