Vadodara: બે મંદિરોની દેરી તોડી પાડતાં થયેલા વિરોધ બાદ કોર્પોરેશનનો ખુલાસો, કહ્યુ ‘તોડી પડાયેલા મંદિરોની પ્રતિમા અન્ય મંદિરોને સોંપવામાં આવી’

|

May 15, 2022 | 10:53 AM

વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation) દ્વારા ઓપી રોડ પર મંદિર તોડી પાડતા ભારે વિવાદ (Controversy) વકર્યો હતો. જેના પગલે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી તથા ટીમ રેવોલ્યુશનના અગ્રણી સ્વેજલ વ્યાસની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.

વડોદરા (Vadodara) શહેરમાં કોર્પોરેશને (Corporation) બે મંદિરોની દેરી તોડી પાડતાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસે આ મુદ્દે આક્રમકતાથી સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. તો પાલિકાની આ કામગીરીને હિન્દુ અગ્રણીઓએ વખોડી કાઢી હતી. ત્યારે બે મંદિરોની દેરી તોડી પાડતાં ભારે વિરોધ (Protest) બાદ કોર્પોરેશને હવે ખુલાસો કર્યો છે. કોર્પોરેશને જણાવ્યુ છે કે રસ્તામાં આવતા મંદિરોની પ્રતિમાને અન્ય સ્થળે પ્રસ્થાપિત કરવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. મંદિરોમાંથી પ્રતિમાઓ અન્ય મંદિરોને સોંપવામાં આવી છે

વડોદરા કોર્પોરેશન દ્વારા ઓપી રોડ પર મંદિર તોડી પાડતા ભારે વિવાદ વકર્યો હતો. જેના પગલે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી તથા ટીમ રેવોલ્યુશનના અગ્રણી સ્વેજલ વ્યાસની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર વિવાદ મામલે વિવાદ વધુ વકરતા કોર્પોરેશને ખુલાસો કર્યો અને કહ્યું કે ડાયવર્ઝન બાદ રોડની પહોળાઇ માત્ર 4 મીટર જ રહે છે. જેથી રસ્તામાં આવતા મંદિરોની પ્રતિમાને અન્ય સ્થળે પ્રસ્થાપિત કરવા સિવાય કોઇ વિકલ્પ બચતો જ નથી. સાથે જ કોર્પોરેશને દાવો કર્યો કે તોડી પડાયેલા મંદિરોમાંથી પ્રતિમાઓ અન્ય મંદિરોને સોંપવામાં આવી છે.

મહત્વનું છે કે વડોદરા કોર્પોરેશને લોકવિરોધના ડરથી અડધી રાત્રે રોકસ્ટાર સર્કલ પાસે આવેલી ભાથુજી મહારાજની દેરી તથા મલ્હાર પોઇન્ટ પાસે બળિયા દેવની દેરી તોડી પાડી હતી.પાલિકાની આ કામગીરીને હિન્દુ અગ્રણીઓએ વખોડી કાઢી હતી. તો બીજી તરફ શહેર કૉંગ્રેસે આક્રમકતાથી સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વડોદરા શહેર કૉંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ ભાજપના શાસકો પર નિશાન સાધ્યું.

Next Video