સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના બારૈયા શામળાજી મંદિરે દર્શને પહોંચ્યા

|

Mar 25, 2024 | 5:22 PM

લોકસભાની સાબરકાંઠા બેઠક પર ભાજપે શોભના બારૈયાને ટિકિટ આપી છે. શોભનાબેને અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે દર્શન કરીને પ્રચારની શરુઆત કરી હતી. શોભનાબેન સાથે મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા.

હોળી અને ફાગણ સુદ પૂર્ણિમાને લઈ શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. આ દરમિયાન ભાજપે લોકસભાના ઉમેદવારોની પાંચમી યાદી રવિવારે જાહેર કરી હતી. જેમાં સાબરકાંઠા બેઠક માટે ઉમેદવાર તરીકે પ્રાથમિક શાળાના શિક્ષિકા શોભનાબેન બારૈયાનું નામ જાહેર કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શોભના બારૈયાએ શું કહ્યું? જુઓ

શોભના બારૈયાએ સોમવારે વહેલી સવારે જ અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે દર્શન કરીને પ્રચારની શરુઆત કરી હતી. શોભના મહેન્દ્રસિંહ બારૈયાએ શામળિયા ભગવાનના દર્શન કરી આશિર્વાદ લીધા હતા. તેમની સાથે રાજ્યના અન્ન અને નાગરિક પ્રધાન ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા. તેઓએ સાંપડ મહાકાળી મંદિર અને પ્રાંતિજના માર્કંડેશ્વર મહાદેવ મંદિરે પણ દર્શન કર્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:21 pm, Mon, 25 March 24

Next Video